પોરબંદર
પોરબંદરના રાણાવાવની ઝરડી સીમ વિસ્તારની પોતાના પરિવાર સાથે રહેતા લખમણ બાપોદરાની હત્યા થયાની જાણ લખમણ બાપોદરાના પિતા દુદા બાપોદરાએ રાણાવાવ પોલીસને જણાવતા પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા ઘટના સ્થળે હાજર લખમણ બાપોદરાના મોટા પુત્ર વિજય બાપોદરાની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરતા તે ભાંગી પડ્યો હોય અને તેણે પોલીસને જણાવેલ કે મારા પિતા અવાર નવાર ઘરે દરૂ પીને ઝગડાઓ કરતા હોય ગત ૨૬/૦૮/૨૦૨૨ના રાત્રે મારા પિતા દારૂ પીને ઘરે આવેલ અને અમારી સાથે ઝગડો કરવા લાગેલ મને તથા મારા માતાને તથા મારા ભાઇ વિરાજને મારવા દોડતા હોય જેથી અમે બંન્ને ભાઇઓએ કંટાળીને કુહાડી અને કોદાળીથી મારા પિતાને મારી નાંખ્યાનું જણાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમા જરડી સીમમા હત્યાનો બનાવ બનેલ હતો.જે અંગે મરણજનારના પિતા દુદા રાજશી બાપોદરા પોલીસ સ્ટેશને આવી જણાવ્યુ હતુ કે મારા પુત્ર લખુનુ ખુન મારા પૌત્ર વિજયે કરીને તેની લાશ જમીનમાં દાટી દીધેલ છે.તેથી પીએસઆઈ પી.ડી.જાદવ તથા સ્ટાફના માણસો બનાવવાળી જગ્યા પર જઇ તપાસ કરતા ઝરડી સીમમાં મરણજનાર લખમણ ઉર્ફે લખુ બાપોદરા તેની વાડીએ જઇ તપાસ કરતા આ પ્રકારનો બનાવ બનેલ હોય તેવુ હકિકત જણાય આવેલ.જેથી ઉપરી અધિકારીઓને તથા એસ.ડી.એમને જાણ કરી તેમની રૂબરૂમા જમીનમા દટાયેલી લાશને બહાર કાઢી અને આગળની કાર્યવાહી કરવામા આવેલ. મરણ જનારના પિતા દુદાભાઇએ જણાવ્યું હતું તેમ વિજય અને લખમણ વચ્ચે ૨૬/૦૮/૨૦૨૨ના રાત્રીના ઝધડો થયો હતો. મારો દીકરો લખમણ અવાર નવાર ઘરે ઝધડો કરતો હોય જેથી તે દીવસે રાત્રે મારા પૌત્ર વિજયએ તેના પિતા લખમણને માથામા મારી મોત નીપજાવી દાટી દીધેલ. જે બાબતે વિજયની પોલીસે યુકતી પ્રયુક્તિથી પુછપરછ કરતાં પોતે ભાંગી પડ્યો હતો અને જણાવ્યું હતું કે મારા પિતા અવારનવાર ઘરે દારૂ પીને આવે અને મારી સાથે તથા મારી માતા સાથ ઝધડાઓ કરતા હોય છે. ગત ૨૬/૦૮/૨૦૨૨ના રાત્રે મારા પિતાજી લખમણ દારૂ પીને ઘરે આવેલ અને અમારી સાથે ઝધડો કરવા લાગેલા અને મને તથા મારા માતાને તથા મારા ભાઇ વિરાજને મારવા દોડયા હતા. જેથી અમે બંન્ને ભાઇઓએ કંટાળીને કુહાડી અને કોદાળીથી મારા પિતાજીને મારી નાખેલ. બાદમાં અમે બંન્ને ભાઇઓએ લાશને અમારા ઘરની બાજુમા આવેલ ગોબર ગેસના ખાડામા દાટી દીધેલ હતી.


