Gujarat

પોરબંદરમાં ખાડીમાં કોઈએ નવજાત બાળકીને ફેંકી મૃત બાળકીને બહાર કાઢી

પોરબંદર
પોરબંદરના કર્લીના પુલ નીચે પાણીમાં એક નવજાત શિશુ જાેવા મળ્યું હતું.આ બનાવની જાણ થતા લોકોના પુલ પર ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. બે તરવૈયાએ પાણીમાં જઈ અને નવજાત શિશુને બહાર કાઢ્યું હતું. અને ૧૦૮ એમ્બ્યુલન્સમા મુકી તપાસ કરતા આ નવજાત શિશુ બાળકી હોવાનું જાણવા મળે છે. નવજાત મૃત બાળકીને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ નવજાત બાળકી જીવિત ફેંકી છે કે મૃત હાલતમાં ફેંકી છે તે પીએમ રિપોર્ટ બાદ જાણવા મળશે. નવજાત બાળકીને કોણ ફેંકી ગયું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.પોરબંદરના કર્લીના પુલ નીચે ખાડીના પાણીમાં એક નવજાત શિશુ મળી આવ્યું હતું જેને બાહર કાઢી તપાસ કરતા નવજાત બાળકી મૃત હાલતમા મળી આવી હતી જેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *