Gujarat

પ્રથમ જ્યોતિર્લિંગ સૉમનાથ મંદિર નિ સુરક્ષા નિભાવતા પોલીસ વિભાગના શ્રી એમ ડી ઉપાધ્યાય સાહેબ નો વિદાય સમારંભ યોજાયો… 

ગિરગઢડા

ભરત ગંગદેવ.
સોમનાથ મંદિર સુરક્ષા ની જવાબદારી છેલ્લા અઢી વર્ષ થી નૈતિકતાપૂર્વક અને સમભાવ નિતી થી નિભાવી રહ્યા હતા. તે શ્રી, એમ. ડી. ઉપાધ્યાય સાહેબ (ડી. વાય. એસ. પી.) ની બોટાદ ખાતે બદલી થઈ છે.
પોલીસ વિભાગ દ્વારા બદલી થવી, તે સામાન્ય બાબત છે. પરંતુ જે અધિકારી તેમની ફરજ ને નૈતિકતા થી નિભાવે છે. ત્યારે તે અધિકારી પ્રજા નું દિલ જીતી લે છે.
તેવી જ રીતે , એમ. ડી. ઉપાધ્યાય સાહેબ એ સોમનાથ મંદિર સુરક્ષા ની ફરજ બજાવતા, તેમની સેવા અને જેમના દિલ માં આદરભાવ ઉત્પન્ન કર્યો છે, તેવા સોમનાથ મંદિર પરિસર માં ફોટોગ્રાફી કરી, પોતાનું તેમજ પરિવાર નું પેટ્યું રળતા અને ગુજરાન ચલાવતા નાના અને ગરીબ શ્રમજીવી એવા ફોટોગ્રાફરો દ્વારા શ્રી, એમ. ડી. ઉપાધ્યાય સાહેબ નો વિદાય સમારંભ તા. ૦૬/૦૩/૨૦૨૨ ના રોજ યોજાયો હતો.
આ કાર્યક્રમ ના આમંત્રણ ને માન આપી શ્રી સોમનાથ મંદિર ટ્રસ્ટ ના જનરલ મેનેજર , વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ સુરુભા અને પ્રભાસ પાટણ પી. આઈ. શ્રી ગોહિલ સાહેબ, સુશ્રી વર્ચન સાહેબ,  સિસોદિયા સાહેબ તેમજ ફોટોગ્રાફરો ના કાયમી હિતેચ્છુ તેવા રાજુ કાનાબાર એ હાજરી આપી હતી.
કાર્યક્રમ ની શરૂઆત થઈ એ પહેલાં, , ઉપાધ્યાય સાહેબ તેમજ, ચાવડા સાહેબ ને પરંરાગત સાફો (પાઘડી) પહેરાવી હતી. ત્યારબાદ બધા જ આમંત્રિતો ને ફૂલહાર અને શ્રી સોમનાથ ભગવાન નો ફોટો સ્મૃતિ ચિન્હ રૂપે અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.
ખાસ કરીને , ઉપાધ્યાય સાહેબ ને પુષ્પમાળા, તેમજ શાલ અને ફોટોગ્રાફરો ની રોજીરોટી સમાન કેમેરો ભેંટ કર્યો હતો.
આ પ્રસંગે , વિજયસિંહ ચાવડા સાહેબ એ પોતાના ઉદબોધન માં સોમનાથ મંદિર નો વિકાસ દિનપ્રતિદિન વધતો જાય છે. તેમજ અત્યાર સુધીમાં આશરે રૂ. ૧૦૦ કરોડ થી વધુ વિકાસ માટે વપરાયા છે. અને હજુ રૂ. ૨૫૦ કરોડ જેટલા વાપરવા નું આયોજન કરાયું છે. જેથી, અહી વસતા તમામ બેરોજગારો ને રોજીરોટી મળી રહેશે. નવા પ્લાન મુજબ સોમનાથ માં દર્શનાર્થી ને અહીં ની સાંસ્કૃતિક ધરોહર વિશે ની માહિતી માટે “ગાઈડ” ના કોર્ષ ચાલુ કરવા નું પણ આયોજન કરાયું છે. જેમાં વધુ ને વધુ યુવાનો જોડાય અને રોજગારી પ્રાપ્ત કરે, જે અહી ના સ્થાનિક યુવાઓ નો અધિકાર છે.
 ઉપાધ્યાય સાહેબ એ પોતાના વક્તવ્ય માં ફોટોગ્રાફરો ને રોજીરોટી માટે જે મળ્યું છે તે તેમનો અધિકાર છે. અને સોમનાથ મંદિર ની સુરક્ષા માટે જવાબદારી મારા શિરે છે. એટલે મેં મારી નૈતિક ફરજ બજાવી છે. હું એક બ્રાહ્મણ છું. એટલે મહાદેવ મારા આરાધ્ય દેવ છે. અને મારું કર્મ પોલીસ ના નાતે ક્ષત્રિય નું છે. એટલે મેં મારી બન્ને બાજુ ધ્યાને રાખીને ફરજ બજાવી છે. ક્યાંક સુરક્ષા ના મુદ્દે કોઈને ખીજાઈ ગયો પણ હોઈશ. પણ મારા દિલ માં કોઈ માટે ક્યારેય રાગદ્વેષ નથી. અને આજ ના આ સન્માન કરાયું, તે માટે આભાર વ્યક્ત કરું છું.
ત્યાર બાદ સોમનાથ ફોટોગ્રાફી એસો. ના પ્રમુખ શ્રી દિવ્યેશ બામણીયા અને તેમની ટીમ ના સભ્યો ચોધાર આંસુડે રડી પડ્યા હતા. અને વાતાવરણ માં ગમગીની છવાઈ ગઈ હતી.

IMG-20220307-WA0485.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *