Gujarat

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, જામનગરમાં ઇન્વેંટરી ક્લાર્ક અને સોલાર પેનલ ઇંસ્ટોલેશન ટેકનીશીયન કોર્ષમાં વિનામુલ્યે ટ્રેનીંગ સાથે રોજગારીની તક માટે એડમિશનનો પ્રારંભ  

 

જામનગર તા.૧૧ ફેબ્રુઆરી,પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, જામનગરમાં વિનામૂલ્યે ટૂંકા ગાળાની તાલીમ બાદ કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત સર્ટિફિકેટની સાથે રોજગારીની તક આપવામાં આવે છે. જેમાં ૧૮ થી ૩૫ વર્ષના યુવાનો-યુવતીઓને તાલીમ આપી રોજગારની તક પૂરી પાડવામાં આવે છે. હાલ કૌશલ કેન્દ્રમાં Inventory Clerk તેમજ Solar Panel Installation Technician માટેની તાલીમ માટે એડ્મિશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોઈ પણ ટ્રેડમાં તાલીમ દરમ્યાન વિનામૂલ્યે કમ્પ્યુટર કલાસિસ તેમજ પ્રેક્ટીકલ તાલીમ માટે આધુનિક સાધનોથી સજ્જ લેબની સુવિધા, સફળતાપૂર્વક ટ્રેનીંગ પૂર્ણ કરનારને કેન્દ્વ સરકાર માન્ય સર્ટિફિકેટ સાથે રોજગારીની તક આપવામાં આવે છે. મર્યાદિત સંખ્યામાં એડમિશન લેવાના હોય વહેલા તે પહેલાના ધોરણે કોર્ષમાં જોડાવા ઇચ્છુકોને ડોક્યુમેન્ટની નકલ, આધાર કાર્ડ, છેલ્લી માર્કશીટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્ક પાસબુક તેમજ પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર, જામનગર, ગોકુલ હીરો શોરૂમ ઉપર, પવન ચક્કી સર્કલ પાસે, રણજીત સાગર રોડ-જામનગરનો રૂબરૂ અથવા મો. નં. ૯૯૯૮૪૨૭૯૧૫, ૯૪૨૯૧૫૯૮૬૮ ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *