Gujarat

ફતેપુરામાં પરિણીતા પર કુટુંબી યુવક દ્વારા દુષ્કર્મ આચરાયું

દાહોદ
ભીચોરની ૩૦ વર્ષિય પરિણીત મહિલા ૬ ઓગસ્ટના રોજ પોતાના મકાઇવાળા ખેતરમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. તે દરમિયાન કુટુંબી યુવકે પાછળથી આવી એકલતાનો લાભ લઇ મહિલાને પકડી બુમ પાડીશ તો જાનથી મારી નાખવાની ધકી આપી નીચે પાડી દીધી હતી. ત્યાર બાદ કુટુંબી યુવકે પરિણીતાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. તેમજ કોઇને કહીશ તો પરિણીતાને અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી નાસી ગયો હતો. ત્યાર બાદ પણ પરિણીતા ખેતરમા જતી ત્યારે એકલતાનો લાભ લઇ બે વાર તેની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યુ હતું. આખરે આ બાબતની જાણ પરિણીતાએ તેના પતિને કરતાં બન્ને એક જ કુટુંબના હોય સમાજ રાહે નીકાલ કરવા જણાવતા કોઇ નિકાલ નહી આવતાં આખરે પરિણીતાએ હવસખોર કુટુંબી યુવક વિરૂદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.ફતેપુરા તાલુકામાં ખેતરમાં ઘાસ કાપવા ગયેલી પરિણીતાને મારી નાખવાની ધમકી આપી હવસખોર કુટુંબી યુવકે તેની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરી કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ત્યાર બાદ પણ ખેતરમાં જતી ત્યારે એકલતાનો લાભ લઇ બે વાર દુષ્કર્મ આચર્યુ હતું. બન્ને એક જ કુટુંબના હોય સમાજ રાહે નિકાલ કરવાનું જણાવતાં કોઇ નિકાલ નહી આવતાં મહિલાએ કુટુંબી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

File-02-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *