રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ૨૦૧૬ પહેલાના રજિસ્ટ્રેશન થયેલા વિદ્યાર્થીઓની બી.એ. તથા બી.કોમ.ની ૧થી ૬ સેમેસ્ટર અને એમ.એ. અને એમ.કોમ.ની ૧થી.૪ સેમેસ્ટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાંથી ૨૧ નવેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર-૧, ૩ અને ૫, એમ.એ. સેમેસ્ટર ૧ અને ૩, એમ.કોમ. સેમેસ્ટર ૧ અને ૩ની પરીક્ષાનો સમાવેશ થાય છે જ્યારે બાકીના વિષયોની પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે. ૧ ડિસેમ્બરથી જે પરીક્ષાઓ શરૂ થવાની છે તેમાં બી.એ. સેમેસ્ટર ૨, ૪ અને ૬, એમ.એ. સેમેસ્ટર ૨ અને ૪, એમ.કોમ. સેમેસ્ટર ૨ અને ૪ની પરીક્ષા લેવાશે. આ તમામ પરીક્ષાઓ માટે દિવસ દરમિયાન ત્રણ જુદા જુદા સમયના સ્લોટ પડાયા છે જેમાં બી.એ. સેમેસ્ટર-૧ અને ૨ની પરીક્ષા સવારે ૮થી ૧૦.૩૦ કલાકે લેવાશે. જ્યારે ૧૧.૩૦થી ૨ કલાકે બી.એ. સેમેસ્ટર ૩ અને ૪ની પરીક્ષા લેવાશે. બપોરે ૩થી ૫.૩૦ કલાકે બી.એ. સેમેસ્ટર-૫, એમ.એ. સેમેસ્ટર-૩, એમ.કોમ. સેમેસ્ટર-૩, બી.એ. સેમેસ્ટર ૬, એમ.એ. સેમેસ્ટર-૪ અને એમ.કોમ. સેમેસ્ટર ૪ની પરીક્ષા લેવાશે. યુનિવર્સિટીએ વર્ષ ૨૦૧૬ પહેલાના વિદ્યાર્થીઓને ફરી તક આપતા યુજીના સેમેસ્ટર ૧થી ૬ અને પીજીના સેમેસ્ટર ૧થી ૪ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.


