મહત્વના રોડ પર તાત્કાલિક ધોરણે સ્પીડબ્રેકર, સાઈનબોર્ડ મુકવા કલેક્ટરનું સૂચન
બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ‘રોડ સેફ્ટી કાઉન્સિલ’ની સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ મહત્વના રોડ પર નિર્ધારીત જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સાઈનબોર્ડ મુકવા, રસ્તાના રિસર્ફેસિંગ કરવા સહિતના મુદ્દાઓ પર ભાર મુક્યો હતો. કલેક્ટરએ નિર્ધારીત જગ્યાઓ પર સ્પીડ બ્રેકર મુકવા તેમજ જાહેર જનતાની સુરક્ષા માટે દરેક આવશ્યક પગલા લેવા સુચન કર્યું હતું. તેમજ અધૂરી કામગીરી તાત્કાલિક પુર્ણ કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. ઉક્ત બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા, અધિક નિવાસી કલેક્ટર મુકેશભાઇ પરમાર, ARTO ડી.કે.ચાવડા, RTO ઇન્સપેક્ટર, બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા આરોગ્ય વિભાગ સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
તસવીર-વિપુલ લુહાર,બોટાદ

