બોટાદ
ગુજરાતમાં ગે૨કાયેદસર જથ્થો સંતાડી રાખનારા સામે તવાઈ થઈ રહી છે ત્યારે બોટાદના હારણકુઈ સોસાયટીમાં ગેરકાયદેસર ઘઉં- ચોખાનો મસમોટો જથો ઝડપાયો છે. પ્રાંત અધિકારી અને મામલતદાર દ્રારા સંયુક્ત રેડ કરતા જથ્થો ઝડપ્યો છે. ગોડાઉન માલિકોનો આક્ષેપ છે કે અન્ય ગેરકાયદેસર ગોડાઉન ચાલતા હોય માત્ર મારે ત્યાં જ રેડ કરવામાં આવે છે. નવ નિયુક્ત મામલતદાર દ્રારા તમામ જગ્યા પર કામગીરી કરવામાં આવશે તેવું આપ્યું નિવેદન આપ્યું છે. ગેરકાયદેસર અનાજના જથ્થો ઝડપાયો તેવી ઘટના વારંવાર પ્રકાશમાં આવતી હોય છે અને ગેરકાયદેસર રેશનિંગનો જથ્થો એકત્રિત કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. બોટાદ શહેરમાં થોડા દિવસો પહેલા એક ટ્રક ગેરકાયદેસર ચોખા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. ત્યાં ફરી આજે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપાયો છે. ગેરકાયદેસર ઘઉં-ચોખાનો જથ્થો રાખનાર અલૌદિન પરમાર દ્રારા આક્ષેપ કરવામાં આવેલ કે અગાવ ૪ વખત મારે ત્યાં અધિકારીઓ એ રેડ પાડી છે. અને શહેરમાં અન્ય ત્રણ જગ્યા પર ચાલતા ગોડાઉનમાં અધિકારી કેમ જતા નથી? તેમણે સરનામાં સાથે આવા ૩ ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે. ગોડાઉન મલિક અલૌદિન પરમાર દ્વારા કરવામાં આવેલ આક્ષેપની નવ નિયુક્ત મામલતદારે પ્રતિક્રિયા આપી કે, હું હમણાં જ નિયુક્ત થઈને આવ્યો હોવાથી આગામી દિવસોમાં અન્ય જગ્યા પર પણ કામગીરી કરીશું, તેમજ હાલમાં ઝડપાયેલા જથ્થાને લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

