Gujarat

બોડેલી કૉલેજમાં વિશ્વ  આત્મહત્યા નિવારણ દિવસે યોજાયું વ્યાખ્યાન

બોડેલી,  WHO તરફથી આજના દિવસને વિશ્વ આત્મહત્યા નિવારણ દિન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આજના દિવસે બોડેલીની શેઠ ટી.સી.કાપડિયા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજના ઈતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. સિદ્ધિબેન મેકવાનના સઘન પ્રયત્નોથી આત્મહત્યા નિવારણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે એ હેતુસર સરકારી મોરવાહડફ કૉલેજના સમાજશાસ્ત્ર વિષયના પ્રોફેસર શ્રી ડૉ. ચેતન પટેલનર વ્યાખ્યાન માટે નિમંત્રણ મોકલાયું હતું. નિમંત્રણને માન આપીને તેઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી કરાયો હતો.આ કૉલેજના આચાર્યશ્રી ડૉ. હસમુખભાઈ એમ. કોરાટ સાહેબ દ્વારા અને ડૉ. સિદ્ધિબહેન મેકચાન દ્વારા  મહામાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. ચેતનભાઈ પટેલે ‘આત્મહત્યાનાં કારણો અને નિવારણ: એક સમાજશાસ્ત્રીય વિશ્લેષણ ‘ આ વિષય પર પોતાનું મનનીય પ્રવચન આપ્યું હતું. આજના યુગમાં ખાસ કરીને યુવાન યુવક-યુવતીઓ નાનાં અમથાં કારણ માટે આત્મહત્યા કરી લેતાં હોય છે. તો એમને જીવન અભિમુખ બન‍વીને કરાતી . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો પણ જોડાયાં હતાં. ડૉ. ચેતન પટેલનો પરિચય સિદ્ધિબહેન મેકવાને આપ્યો હતો. તો આચાર્યશ્રી કોરાટ સાહેબે પણ એમનું શબ્દોથી અભિવાદન કર્યું હતું. ડૉ. ચેતન પટેલે આત્મહત્યા શબ્દ પર ચોકડી મારતાં કહ્યું હતું કે, આ એક ક્ષણજીવી વિચાર છે. જો એ ક્ષણ પસાર કરી દઈએ તો આ જીવન ખૂબ જ જીવવાલાયક છે, એનો અહેસાસ થાય. કાર્યક્રમના અંતે આ કૉલેજના કમ્પ્યુટર વિષયના વડા શ્રી ભરતસિંહ પરમાર સાહેબે આભારવિધિ સંપન્ન કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220910-WA0082.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *