ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના
બોડેલી નજીક જાંબુઘોડા અભ્યારણ્ય માં આવેલ બોડેલી તાલુકા ના ઝંડ ગામના જંગલ વિસ્તારમાં પર્વતો ની હારમાળા વચ્ચે પ્રકૃતિ ની ગોદ માં બિરાજેલા ઝંડ હનુમાનજીના મંદિરે આગામી શ્રવણ વદ અમાસ ના રોજ પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો યોજાશે જેમાં સમગ્ર ગુજરાત સહિત આસ પાસ ના રાજ્યો મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાન માંથી ભકતો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડશે આગામી શનિવારે મેળામાં ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના સેવાઈ રહી છે ચાર રાજ્ય ની શ્રદ્ધાળુ જનતા છેલ્લા શનિવારે ખુબ મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે.
બોડેલી થી 22 કિલોમીટર કિમી ના અંતરે આવેલ બોડેલી તાલુકા ના ઝંડ ગામમાં પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો ભરાય છે જેમાં આસ પાસ ના પાંચ તાલુકા ની ગ્રામીણ જનતા અહિ છેલ્લા શનિવારે ખુબ મોટી સંખ્યા માં પગપાળા દર્શન કરવા આવે છે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે મેળો યોજાશે ચાર થી પાંચ લાખ શ્રદ્ધાળુ ભક્તો દર્શનાર્થે ઉમટે તેવી સંભાવના જોવા મળી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


