Gujarat

બોડેલી તાલુકા ના નાની બુમડી પાસે કોઝવે પર ઇકો કાર તણાઇ. ગ્રામજનોએ રેસ્ક્યુ કરી કાર મા સવાર પાંચ વ્યક્તિઓને બચાવી લેવાયા  

મોડી રાત્રે કાર પાણી મા ફસાઇ જતા સ્થાનિકો એ રેસ્ક્યુ કર્યુ,
સ્થાનિકો એ રેસ્ક્યુ કરતા દિલ ધડક દ્રષ્યો સર્જાયા,
મોડી રાત્રે આસરે સાડા ત્રણ વાગ્યા ના અરસાનો બનાવ,
મધ્ય પ્રદેશ ના મનાવર થી  અમદાવાદ તરફ જઇ રહ્યા હતા પ્રવાસીઓ
આજ જગ્યા એ બે દિવસ અગાઉ પાણીમા ફસાઇ  હતી મીની બસ,
બોડેલી તાલુકાના નાની બુમડી કોઝવે પરથી ઇકો કાર તણાઈ પાંચ લોકોને બચાવી લેવાયા
        મઘ્ય પ્રદેશ ના ધાર જિલ્લા ના મનાવર ગામનાં વ્હોરા સમાજના પાંચ સભ્યો અમદાવાદ મજાર પર જવા નીકળ્યા હતા જેઓ ની ઇકો કાર બુધવાર ની મધ રાત્રે બોડેલી તાલુકા ના નાની બુમડી પાસે થી પસાર થઈ રહી હતી ત્યારે જૈન મંદિર ફળીયા વિસ્તારના કોતર ના કૉઝવે ઉપર થોડુ થોડુ પાણી જઈ રહ્યું હતું તે સમયે આ ઇકો કાર તે છલીયા ઉપર થી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પાણી નો ધસમસતો પ્રવાહ આવી જતા ગાડી પાણી ના પ્રવાહ માં તણાઈ હતી તણાયેલા ઓ એ બુમરાણ મચાવતા આસ પાસ ના રહીશો દોડી આવ્યા હતા અને દોરડા નાખી બચાવ કામગીરી હાથ ધરી  પાંચ વ્યક્તિઓ ને સલામત રેશક્યું કરી બહાર કાઢયા હતા
     જાણવા મળ્યા મુજબ બોડેલી તાલુકાના નાની બુમડી ગામે માનવતા ને મેહકાવતો બનાવ ગત બુધવાર ની મધ રાત્રે બન્યો હતો રાત્રી ના લગભગ ત્રણ વાગ્યા ના સુમારે મઘ્ય પ્રદેશ ના ધાર જિલ્લા ના મનાવર ગામનાં વ્હોરા સમાજ ના પાંચ વ્યકિત ઇકો ગાડી લઈ અમદાવાદ ખાતે મજાર ઉપર જ્યારત કરવાં જઈ રહ્યા હતા જેઓ ની ઇકો ગાડી બોડેલી તાલુકાના નાની બુમડી ખાતે જૈન મંદિર ફળીયા પાસે પોહચી હતી જ્યાંથી પસાર થતા કોતર ઉપર ના કોઝવે ઉપર થી થોડુ થોડુ પાણી પસાર થઈ રહ્યુ હતુ તે સમયે ઇકો કાર ચાલકે ગાડી પાણીમાં નાખતા કોઝવે ઉપર અચાનક પાણી નો ધસમસતો પ્રવાહ આવી જતા ગાડી પાણી માં તણાઈ ગઈ હતી તે સમયે ગાડી માં સવાર વ્હોરા સમાજ ના પાંચ વ્યકિત એ બુમરાણ મચાવતા આસ પાસ ના રહીશો દોડી આવ્યા હતા અને દોરડા નાખી એક પછી એક ને સલામત રીતે રેસ્કય કરી બહાર કાઢયા હતા
      નાની બુમડી ગામનાં દિનેશ ભાઈ, હરશિંગ ભાઈ, તુલસી ભાઈ, વદેશિંગભાઈ, નરોત્તમ ભાઈ,, પ્રવીણ ભાઈ, સંજયભાઈ, નવલસિંહ ભાઈ, કિસન ભાઈ, પૂનમ ભાઈ, શૈલેષ ભાઈ, હસમુખભાઈ, અખિલેશ ભાઈ, રણજીતભાઇ, ઈશ્વર ભાઈ, ગણપત ભાઈ, મહેશભાઈ, દિલીપ ભાઈ, રઘા ભાઈ, બલશિંગ ભાઈ, સોમાભાઈ, રઘાભાઈ, બુધા ભાઈ, વિઠ્ઠલ ભાઈ, વિષ્ણુ ભાઈ, સુનીલ ભાઈ, નરેશ ભાઈ વગેરે એ જીવ સટો સટ નો ખેલ ખેલી જંગલ વિસ્તાર ના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા અજાણ્યા વ્યકિત ને જીવ ની પરવા કર્યા વિના ધસમસતા પાણીના પ્રવાહ માં કુદી જઈ  બચાવી લીધા હતા તે સમયે દિલધડક દ્રશ્યો સર્જાયા હતા.              Box
   રેસ્ક્યુ કરેલા અલી અશગર ખડકીવાલા સાથે વાત કરતા તેઓ એ જણાવ્યુ હતું કે જો બે પાંચ મિનીટ અમારી કોઇ એ બૂમ ના સાંભળી હોત અને દોરડા બાંધી પાણી માં ના કુદી પડ્યા હોત્ તો અમારે આજે મોત નિપજ્યું હોત તેમ તેઓ એ જણાવ્યું હતું તેઓ જોડે મુસ્તુફા ભાઈ આવંદાવાલા, મુસ્તુફા ભાઈ સ્ટીલ વાલા, મકબુલ ભાઈ ખડકી વાલા અને ચાલક ગબુ ભાઈ પાંચે વ્યક્તીઓ ને ગ્રામજનોએ બચાવી લીધા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220715-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *