છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી નજીક થી પસાર થતી નર્મદા ની મુખ્ય કેનાલ દ્રારા ભગવાન પૂરા ગામ પાસે ખેડૂતો ના ખેતરો સુધી સિંચાઇ નું પાણી મળે તે માટે માઇનોર કેનલો તો બનાવી છે પણ વર્ષો થી બનેલ કેનલોના મરામતના અભાવ ને કારણે વારંવાર ગાબડાં જતાં હોય છે . જેને લઈ ખેડૂતો ના ખેતર સુધી પાણી પહોચવું જોઈએ તે પાણી ખુલ્લા કોતરો માં વહી જાય છે . આજ જર્જરિત કેનાલના સાઇફન પાસે ગત રાત્રી ના સમયે મસમોટું ગાબડું પડી ગયું જેને લઈ રાત્રી ના સમય થી પાણી નો પુસ્કળ પ્રમાણ માં વેડફાટ થઈ રહ્યો છે . ખેડૂતો એ સિંચાઇ વિભાગ માં જાણ પણ કરી હોવાનું જણાવી રહ્યા છે પણ અધિકારી ઑ ને જાણે ખેડૂતો ની કાઇ પડી હોય તેમ લાગતું નથી .સાથો સાથ જે પાણી નો વેડફાટ થઈ રહ્યો છે તેની ફિકર પણ ન હોઇ તેમ લાગી રહ્યું છે . આજ જગ્યા એ બે વર્ષ પહેલા પણ ગાબડું પડ્યું હતું અને તેની તકલાદી મરામત કરી હોવાના કારણે ખેડૂતોને અધિકારી નો ની બેદરકારી નો ભોગ બનવા નો વારો આવે છે .
હાલ માં ખેડૂતો ને છેલ્લા પાણી ની ખૂબ જરૂરિયાત ઊભી થઈ છે એક પાણી જો ખેડૂતો ને નહી મળે તો તેમના ઊભા પાક ને નુકશાન થાય તેવી ચિંતા પણ ખેડૂતો કરી રહ્યા છે .ખેડૂતો ના ખેતર સુધી તો નહી પણ કોતરો માં પાણી ને વહી જતાં ખેડૂતો જોઈ રહ્યા છે . જેથી ખેડૂતો જલ્દી પડી ગયેલ ગાબડાં ને પૂરવા માં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે .
બાઇટ : ગેમલ રાઠવા
ભગવાન પૂરા ની સિમ માથી પસાર થતી માઇનોર કેનાલ ના સાઇફન નજીક ગાબડું પડી જતાં પાણી ગાબડાં માં થઈ કોતર માથી વહી જતાં . જે આગળ જતી કેનાલ માં પાણી નું વહન બંધ થઈ ગયું છે . જેને લઈ કેનાલ ની બીજી બાજુ ના ખેતરો માં જ્યાં સુધી ગાબડું નહી પુરાય ત્યાં સુધી કેટલાય ખેડૂતો ને સિંચાઇ નું પાણી નહી મળે તે ચોક્કસ છે .
આ વિસ્તારના ખેડૂતો ને સિંચાઇ નો લાભ મળે તે માટે વર્ષો પહેલા માઇનોર કેનલો બનાવી પણ ખેડૂતો નો આક્ષેપ છે કે જૂની અને જર્જરિત કેનલો માં વારંવાર ગાબડાં પડી જાય છે . જેને લઈ જરૂરિયાત ના સમયે તેમણે પાણી મળતું નથી . કેનલો માં ગાબડાં પડે છે પણ તેની મરામત ના કરાતા ખેડૂતો ને સુવિધા હોવા છતાં દુવિધા વેઠવા નો વારો આવે છે હાલ માં પણ જે ગાબડું પડ્યું છે અને મરામત ના થતાં ખેડૂતો માં જે ચિંતા થઈ રહી છે તેની ફિકર અધિકારીઓએ કરે તેવી માંગ આ વિસ્તાર ના ખેડૂતો કરી રહ્યા છે .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


