બોડેલી ના મોટા કાંટવા ગામની છાયાબેન જે અજયભાઈ ની પત્ની ને પ્રસુતિ ની પીડા ઉપડતા ઘરના સભ્ય દ્વારા ઈમરજન્સી 108 નંબર ડાયલ કરી મદદ માંગતા જાંબુઘોડા ની 108 ના પાયલોટ મહેશભાઈ ડાભી ઈ.એમ.ટી. અમિતભાઈ સોલંકી દ્વારા કોલ રીસીવ કરવા માટે મોટા કાટવા ગામે ગયા હતા જયા થી દર્દી ને લઈ જાંબુઘોડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી રહ્યા હતા તે સમયે છાયાબેન ને રસ્તામાં જ પ્રસુતિ ની પીડા ઉપડતા 108 ના EMT અમિત ભાઈ સોલંકી ને સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવા ની ફરજ પડી હતી
108ના ઈ.એમ.ટી. અમિતભાઈ દ્વારા ઘરની મહિલા ઓ ને સાથે રાખી પ્રસુતિ પીડા થી હેરાન થતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને ત્યાર બાદ છાયાબેન ને જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે બાળક અને માતા બંને સ્વસ્થ અને તંદુરસ્ત હોય અને 108 માજ પ્રસુતિ સફળતા થી થઈ જતા ઘરમાં એક વ્યક્તિનો ઉમેરો થતાં પરિવારજ નો માં આનંદ ની લાગણી છવાઈ હતી અને પરિવાર દ્વારા 108 ના કર્મચારીઓની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


