યાત્રાધામ અંબાજી તથા આસપાસના વિસ્તારોમાં ગરીબ બાળકોના જીવનમાં
ભીખ નહિ પણ ભણવા જઈએ આ સૂત્ર લઈ યાત્રાધામ અંબાજીમાં ગરીબ બાળકો માટે રેલી યોજાઇ હતી અંબાજી મંદિરના મુખ્ય ગેટ શક્તિ દ્વારથી રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં શ્રી શક્તિ સેવા કેન્દ્રના બાળકો જોડાયા હતા તથા અંબાજી ગામ જનો તથા બિલ્ડર હેમંતભાઈ દવે અને વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા
“શ્રી શક્તિ સેવા કેન્દ્ર” લાવ્યુ બાળકો ના જીવનમાં પરિવર્તન બાળકો ને એક સમયે તેમની પોતાની પ્રાથમિક અને પાયાની જરૂરિયાતનો અભાવ હતો. તેમના જીવનમાં શિક્ષણનો ઉજાશ ન હતો અને ભવિષ્ય અંધકારમય હતું. ત્યારે આ પ્રતિભાવાન બાળકોના જીવનમાં સ્થાનિક એન.જી.ઓ શ્રી શક્તિ સેવા કેન્દ્ર આશાનો નવો સૂરજ લઈ આવે છે અને તેમની આંતરિક શક્તિઓને ખીલવતા તેમના પોતીકા સંગીતને ઉજાગર કર્યું. “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” મા છેલ્લા 13 વર્ષથી બનાસકાંઠાના “અંબાજી” વિસ્તારમાં આદિવાસી, ભરથરી અને અતિ પછાત વર્ગના બાળકો “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” અથાક મહેનત કરી રહ્યું છે. થોડા વર્ષો પહેલા અંબાજી મંદિર અને ગબ્બર પર્વત એક્સ્ટેંશનમાં ભીખ માંગવામાં સામેલ બાળકોનો હાથ પકડી ભિક્ષા નહીં, શિક્ષાના અભિયાન સાથે તેમના જીવનને સંપૂર્ણ પરિવર્તન તરફ દોરી જવાનું કાર્ય શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” દ્વારા છાત્રાલયની સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં શિક્ષણની સાથે સાથે બાળકોને રમતગમત, બેન્ડ, સંગીત વગેરે પ્રવૃત્તિઓની પણ તાલીમ આપવામાં આવે છે. “શ્રી શક્તિ સેવા કેન્દ્ર” એ આ બાળકોને તમામ સુવિધાઓ સાથે જોડ્યા અને તેમના સર્વાંગી વિકાસનું કાર્ય શરૂ કર્યું છે જેનાથી તેમના જીવનમાં નવો ઉજાસ પથરાય છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


