Gujarat

    બોડેલી ના અલીપુરા વિસ્તારમાં આવેલ સમર્પણ સોસાયટીના નાકા ઉપર આવેલ અન્નપૂર્ણા ફાઇનાન્સ કંપની ના બંધ મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડા તફડી નો માહોલ સર્જાયો હતો    

જે મકાનમાં આગ લાગી હતી તે મકાન ની આસપાસ એક ડઝન જેટલા સળંગ મકાનો હોય આસપાસના રહીશોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા
    બંધ મકાનમાંથી આગના ગોટે ગોટા નીકળતા આસપાસના રહીશોમાં ચિંતા આપી હતી બોડેલી નગરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ફાયર ફાઈટરને બોલાવી આગ ને કાબુમાં લેવાની કવાયત હાથ ધરવામાં આવી હતી અને નજીકમાં રહેતા શ્યામ ગઢવી તેમજ આસપાસના રહીશો આગને કાબુમાં લેવા પાણીનો મારો ચાલુ કર્યો હતો અને આગ કાબુમાં આવતા આસપાસના રહીશોએ પ્રયત્ન શ્વાસ લીધો હતો
         જાણવા મળ્યા મુજબ બોડેલીના પટેલ કમ્પાઉન્ડમાં રહેતા સુરેશભાઈ જગદીશભાઈ ના બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ સમર્પણ સોસાયટીના નાકા પાસે નુ મકાન  ઓરિસ્સાની અન્નપૂર્ણા ફાઇનાન્સ લિમિટેડની ઓફિસ માટે ભાડે આપેલું હતું અને આજરોજ આ ઓફિસના તાળા બંધ હતા અને સાડા પાંચ થી છ ના વચ્ચે આ અન્નપૂર્ણા ફાઇનાન્સ ની ઓફિસમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભુકી ઉઠી હતી જેથી એક જ હરોળના 10 થી 15 મકાનો ના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો હતો આગના બનાવની જાણ વાયુ વેગે બોડેલી નગરમાં ફેલાતા બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટર ના માણસો ફાયર ફાઈટર લઈ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા
      જ્યારે બંધ મકાનના માલિક બોડેલી નગરમાં જ રહેતા હોય તેઓને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા અને તેઓ ની હાજરીમાં આ ફાઇનાન્સ ઓફિસ ના તાળા તોડી ફાયર ફાઈટર ન માણસો તેમજ આસપાસના રહીશો પણ પાણીનો મારો ચલાવી
આગ ઓલવવાની કામગીરીમાં જોતરાઈ ગયા હતા સમગ્ર બનાવ અંગે ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારીઓ સાથે વાતચીત કરવાની કોશિશ કરતા કોઈએ નુકસાની નો કોઈજ અહેવાલ આપ્યો ન હતો અને કંપનીના અન્ય કર્મીઓ પણ ત્યાંથી રફુ ચક્કર થઈ ગયા હતા જોકે આગ કાબુમાં આવે તે પહેલા ઓફિસના તમામ કાગડો બળીને ખાખ થઈ ગયા હતા
ફોટો મેલ કર્યો છે
ફોટો લાઈન….. સમર્પણ સોસાયટી ના નાકે ખાનગી ફાઈનાન્સ કંપની માં લાગેલી આગ ને ઓલવવા ફાયર ફાયટર તેમજ અન્ય સ્થાનિક રહીશો ઉપરોક્ત તસ્વીર માં નજરે પડે છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221107-WA0009.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *