Gujarat

બોડેલીના તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એક એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.

છોટાઉદેપુર જિલ્લા ને સીએસઆર ફંડ માંથી મંજૂર થયેલ ચાર એમ્બ્યુલન્સ પૈકી એક એમ્બ્યુલન્સ બોડેલી તાલુકાના તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને ફાળવવામાં આવતા જેનું લોકાર્પણ આજે જિલ્લા પંચાયતની તાંદલજા બેઠકના સદસ્ય અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાંસદીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે બોડેલી તાલુકા પંચાયત સદસ્ય હંસાબેન સુનિલભાઈ રાઠવા ગામના સરપંચ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
       તાડકાછલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવામાં આવેલ આ નવીન એમ્બ્યુલન્સ ઓક્સિજન અને અન્ય તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોવાનું કહેતા આરોગ્ય સમિતિ ચેરમેન પ્રકાશસિંહ વાંસદીયા એ વિસ્તારના દર્દીઓ માટે એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપયોગી થઈ પડશે તેમ જણાવી જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221228-WA0045.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *