Gujarat

બોડેલીના રામ કબીર મંદિર સત્સંગ હોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર વિનોદભાઈ ભટ્ટે  આયોજનના ભરપેટ વખાણ કર્યા હતા

બોડેલીના રામ કબીર મંદિર સત્સંગ હોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે કથાકાર વિનોદભાઈ ભટ્ટે  આયોજનના ભરપેટ વખાણ કર્યા હતા અને સમાજના સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે યોજેલી કથા માટે યજમાન ગોપાલભાઈ રાણા પરિવારને સત્કાર્ય કરવા બદલ આશિર્વાદ પ્રદાન કર્યા હતા.
    કથાનુ શ્રાવણ કરવા માટે આવતા શ્રોતાજનોને છેલ્લે દિવસે કહ્યું, કે આપણાને ગ્રહો નહિ પણ આપણા જ નડતાં હોય છે. માટે કુટુંબ અને પરિવારમાં એક સંપથી રહેવાની શીખ આપી હતી. કથાકાર વિનોદ ભાઈ ભટ્ટ  વીસ વર્ષ ની યુવા વયે કથા શરૂ કરી અને બોડેલી માં 136 મી કથા કરી હતી. હવે પછી દ્વારકા , ચારધામ અને કેવડીયા કથા હોવાનું કહ્યું હતું.
   પૂર્ણાહુતિ પ્રસંગે યજમાન ગોપાલભાઈ રાણા ના વિશાળ પરિવારનુ બહુમાન કરાયું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220502-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *