Gujarat

બોરસદના દહેમી ગામે ગૌમાસ વેચનારા ચાર શખ્સો ઝડપાયા

આણંદ
બોરસદ તાલુકાના દહેમી ગામે ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચવા પ્રકરણમાં ચાર શખસની સંડોવણી ખુલતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. બોરસદમાં રહેતા ગૌરક્ષક ચંદ્રેશકુમાર પટેલ તેમના મિત્ર સાથે આણંદ ચોકડી પર ભેગા થયાં હતાં. તેઓ ફરતા ફરતા દહેમી ગામે ગયાં હતાં. જ્યાં જાણવા મળ્યું કે દહેમી – નાપાડ રોડ કંકોઇ તલાવડી સીમ વિસ્તારમાં ઇમરાન ઇકબાલ રાણા (રહે.નાપા વાંટા)એ તેના સસરા માનસીંગ ગમાનસિંહ રાઠોડના ઘર પાસે વાછરડાનું કટીંગ કર્યું છે અને નાના નાના ટુકડા કરી વેચવા જઇ રહ્યો છે. આ હકિકત જાણતા ચંદ્રેશ પટેલે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આથી, ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસ સાથે ઘટના સ્થળે પહોંચી દરોડો પાડ્યો હતો. દરોડા દરમ્યાન સ્થળ પરથી એક શખસની અટક કરી હતી. જેનું નામ પુછતા તે ઇમરાન ઇકબાલ રાણા (ઉ.વ.૩૨) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા કાપડના થેલાની તલાસી લેતાં તમામ પશુઓના માંસના ટુકડા જાેવા મળ્યાં હતાં. આથી, આસપાસમાં તપાસ કરતાં બે લોખંડના માંસ, કટીંગ કરવાના છરા, લોખંડની કટીંગ કરવાની છરીઓ મળી આવી હતી. આ અંગે પશુ ચિકિત્સાલયમાં નમુના મોકલતાં તે માંસ ગૌવંશના હોવાનું ખુલ્યું હતું. આ અંગે પુછપરછ કરતાં તે આ ગૌવંશ નાપા વાંટા ગામના ચડ્ડીપુરા વિસ્તારમાં રહેતા પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા પાસેથી લાવ્યો હતો. આ કેસમાં બોરસદ ગ્રામ્ય પોલીસે પ્યારેસાહેબ ઉદેસીંગ રાણા, માનસીંગ ગમાનસીંગ રાઠોડ, રમેશ ઉર્ફે મહેશ નાનજી વણકર અને ઇમરાન ઇકબાલ રાણા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *