Gujarat

ભરૂચમાં શરદપૂનમ પર દીપમાળાને સજાવી ઉભા ભજન સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા

કોરોના કાળ દરમિયાન દેશ સહિત સમગ્ર રાજ્યમાં અનેક તહેવારો અને ઉત્સવો પર બ્રેક લાગી ગઈ હતી જે બાદ આ વર્ષે સરકાર દ્વારા તમામ છૂટ છાટ આપી દેવાઈ છે ત્યારે ભરુચ શહેરના રણછોડજી ઢોળાવમાં આવેલ દીપ માલા ખાતે 152 વર્ષથી શરદ પૂનમ ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગતરોજ શરદ પુર્ણિમાના ભાગરૂપે દીપ માલાને વિવિધ લાઇટોથી સજાવવામાં આવી હતી.
શરદપૂનમની ઉજવણી નિમિતે ઉભા ભજન,દિવા દાંડી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊભા ભજનમાં ભજન મંડળીએ ભજનોની રમઝટ બોલાવી હતી. સદર ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

IMG-20221010-WA0136.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *