Gujarat

વાંસદાના ધારાસભ્ય અનંત પર થયેલા હુમલા મામલે ભરૂચ જિલ્લા કૉંગ્રેસ સમિતિએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલ હુમલાના મુદ્દે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું હતું
ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા,શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર,સમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠિવાલા સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર શનિવારના રોજ કોંગ્રેસના આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર નવસારીના ખેરગામ ખાતે હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલાને વખોડી કાઢી નવસારી જીલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીર દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સુરત શહેર કોંગ્રેસ દ્વારા ગુરુવારે વિરોધ પ્રદર્શન કર્યા બાદ પોલીસ દ્વારા કાર્યકરો સામે ગુનો નોંધી કાર્યવાહી કર્યા હતા અને તેઓ જામીન પર મુક્ત થતા તેઓને ફરી પકડી પાસા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો હેરાનગતિ થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે અને કોંગ્રેસ પક્ષના કાર્યકરો પર થતી કાર્યવાહી અટકાવવા યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

IMG-20221010-WA0135.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *