Gujarat

ભાવનગર ડિસ્ટ્રીક બેંકમાં ભાજપનો કેસરીયો લહેરાયો

ભાવનગર
ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના સભ્યની ચૂંટણી સોમવારે યોજાઇ હતી. વિદ્યાનગર ખાતે આવેલા ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં ૧૬માંથી ૯ બેઠક ભાજપને મળી છે. જ્યારે ૨ બેઠક પર કાૅંગ્રેસનો વિજય થયો છે. જ્યારે હજુ ૫ બેઠકની ગણતરી ચાલુ છે. મતગણતરી પૂર્ણ થયા બાદ સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવશે મતગણતરીમાં તળાજા, મહુવા, પાલીતાણા, ગારીયાધાર, વલ્લભીપુર, ઉમરાળા, સિહોર, ભાવનગર, જેસર અને સાવરકુંડલા બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે સિહોર બેઠક પર કોંગ્રેસ બિનહરીફ થઇ છે અને ઘોઘા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.કોઈ પણ ચૂંટણી હોય રાજકીય માહોલ ગરમાતો હોય છે, તેની જેમ જ હાલ ભાવનગર ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી.ના નામે ઓળખાતી સહકારી સમીતીના સભ્યોની ચૂંટણીને લઈ માહોલ જામ્યો છે. સોમવારે શાંતીપૂર્ણ મતદાન થયુ હતુ. જ્યારે મતગણતરી હાથ ધરાઇ છે. જેમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

BJPs-saffron-floated-in-Bhavnagars-District-Bank.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *