અમરેલી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે-૮ અતિ મહત્વનો છે. આ માર્ગ ૩ જિલ્લાને જાેડે છે. વર્ષ ૨૦૧૫મા ભૂમિ પૂજન કરી માર્ગની કામગીરી શરૂ કરાઇ હતી, પરંતુ ત્યારબાદ આજદિન સુધી હજુ સુધી આ નેશનલ હાઇવે બન્યો નથી. આ અંગે અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ આ મુદ્દો દિલ્હી લોકસભામાં ઉઠાવ્યો હતો અને નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. આ માર્ગનું વર્ષ ૨૦૧૮માં કામ પૂર્ણ કરવાનું હતું તેમ છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. જ્યારે આ નેશનલ હાઇવેના કારણે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ આ ત્રણ જિલાના લોકો અને ગુજરાતમાંથી પસાર થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કેટલીક જગ્યાએ કામગીરી અધૂરી છે, તો કેટલીક જગ્યાએ હજુ કામગીરી શરૂ પણ કરાઇ નથી. હાલ કામગીરી શરૂ છે, પરંતુ ખૂબ ધીમીગતીએ નેશનલ હાઈવેની કામગીરી ચાલી રહી છે. જેના કારણે હજુ આખો નેશનલ હાઇવે તૈયાર થતા ઘણો સમય લાગી શકે છે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર મામલે લોકો સતત રજૂઆતો કરી રહ્યા છે અને મોટાભાગે વાહન ચાલકો આ હાઇવેના કારણે ચાલતા પણ નથી. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા આ મુદ્દો દિલ્હી લોકસભામાં ઉઠાવ્યો હતો અને નીતિન ગડકરીને રજૂઆત કરી હતી. અંતમા સાસંદ નારણ કાછડીયાએ કહ્યું, અત્યારે ભાવનગર સોમનાથ નેશનલ હાઇવેની કામગીરી શરૂ છે, પરંતુ ધીમી ગતિએ ચાલી રહી છે. જાે આ રીતે ધીમીગતી એ ચાલે તો ૨૦૨૨ના અંત સુધીમાં પૂર્ણ થાય તેમ નથી. જેથી કામગીરીની ગતિ વધે તો ત્યાંના લોકોને લાભ મળે તેમ છે.
