ભાવનગર
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ માઢીયા રોડ સ્થિત મફતનગર પ્લોટનં-૧૫માં રહેતો અને આજ વિસ્તારમાં આવેલ હિરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતો લખન ઉર્ફે અખન કાવા ગોહિલ ઉ.વ. ૩૭ પોતાના ઘર પાસે ઉભો હતો. તે વેળાએ શેરીમાં રહેતો પલ્લો પ્રભુ નામનો શખ્સ તેની પાસે આવી જણાવેલ કે, હું હનુમાનજીના મંદિરે ઉભો હતો ત્યારે તું કેમ મારી સામું જાેતો હતો. હું મંદિરે ઉભો હોય ત્યારે મારી સામું જાેવાનું નહીં. તેમ જણાવતા ફરિયાદી લખને કહેલ કે હું આંખો બંધ કરીને રસ્તે ન ચાલી શકું. આ વાતથી ઉશ્કેરાયેલા પલ્લાએ લખનને બિભત્સ ગાળો દેતાં લખને ગાળો દેવાની ના પાડતાં ઉગ્ર ઝઘડો થયો હતો. જેમાં પલ્લાએ લાકડાનો ફટકો લખનના માથામાં ફટકારી દેતાં દેકારો-પડકારો થતાં પલ્લો જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી છુટ્યો હતો. જયારે ઈજાગ્રસ્ત લખનને સારવાર અર્થે સર.ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર બાદ પલ્લા વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શહેરના કુંભારવાડા વિસ્તારમાં એક નજીવી બાબતે એક યુવાન પર વિસ્તારનાં શખ્સે બોલાચાલી-ઝઘડો કરી માથામાં લાકડાનો ફટકો મારી દેતાં યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર બાદ ઈજાગ્રસ્ત યુવાને હુમલાખોર શખ્સ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
