Gujarat

દાહોદમાં આંગણવાડી તેમજ તેડાગર બહેનોને માતા યશોદા એવોર્ડથી સન્માનિત કરી

દાહોદ
દેશમાં મહિલાઓ તમામ ક્ષેત્રોમાં અગ્રેસર બની છે. દેશમાં વિકાસના વાતાવરણમાં મહિલાઓએ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરી દેશને ગૌરવ અપાવ્યું છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ મહિલાઓના સર્વાગી વિકાસ માટે કટીબદ્ધ છે અને વિવિધ યોજનાઓ થકી તેમને વિકાસની સમાન તકો આપી છે. આ પ્રસંગે દેશમાં, રાજ્યમાં તેમજ જિલ્લામાં મહત્વનું પ્રદાન કરનાર મહિલાઓને યાદ કરી હતી અને તેમના પ્રદાન વિશે વાત હતી. તેમણે આંગણવાડી તેમજ તેડાગર બહેનો દ્વારા છેક છેવાડાના વિસ્તારમાં પણ કોરોના સમયે કરવામાં આવેલી કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જ્યારે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પા પા પગલી પ્રોજેક્ટનો પ્રારંભ કરવાની છે. ત્યારે આંગણવાડી તેમજ તેડાગર બહેનો ઉપર મોટી જવાબદારી છે. મહિલાઓના હકો-અધિકારો તેમજ સમાન સ્વંત્રતા મળે એ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સરકાર પણ મહિલાઓના સામાજિક-આર્થિક વિકાસ માટે કટીબદ્ધતા સાથે કામ કરી રહી છે. રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણલક્ષી યોજનાઓ થકી મહિલાઓ ઉન્નતિના નવા શિખર સર કરી રહી છે. મહિલાઓએ અત્યારે દરેક ક્ષેત્રમાં પોતાનું સામર્થ્ય સિદ્ધ કર્યું છે. મહિલાઓ સર્વાગી વિકાસ સાધી શકે તે માટેનું અનુકુળ વાતાવરણ સરકાર દ્વારા ઉભું કરાયું છે, ત્યારે મહિલાઓ વિકાસની નવી ક્ષિતિજાે સર કરી રહી છે. કાર્યક્રમમાં આંગણવાડી તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. ઉપરાંત રાજ્ય કક્ષાએ યોજાયેલા કાર્યક્રમ સાથે પણ વર્ચ્યુલ માધ્યમથી ઉપસ્થિતો જાેડાયા હતા.દાહોદના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંસદ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આંગણવાડી તેમજ તેડાગર બહેનોનું માતા યશોદા એવોર્ડથી સન્માન કરાયું હતું. તેમજ જિલ્લામાં રમતગમત સહિત વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી તેમજ સિદ્ધિ હાંસલ કરનારી મહિલાઓનું પણ વિશેષ સન્માન મહાનુભાવોએ મહિલા દિવસ નિમિત્તે કર્યું હતું. ઉપરાંત લાભાર્થીઓને વ્હાલી દીકરી યોજના સહિતની મહિલા કલ્યાણની વિવિધ રાજ્ય સરકારની યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું.

Ladli-Gift-Scheme.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *