અખબારી અહેવાલ બાદ પીજીવીસીઅલ દ્રારા સવારથી ટીસી બદલી આપેલ પરંતુ શરૂ થતા ફરી ટીસીમાં ધડાકા સાથે બંધ થયું..
ઊના – ઉના શહેરની મચ્છુન્દ્રી નદીના સામાં કાંઠે આમોદ્રા રોડ પર આવેલ ખેતી વાડી વિસ્તારમાં છેલ્લા ૮ દિવસથી સપ્ટેશન (ટીસી) બળી ગયેલ હતું. જેના કારણે રાત્રીન સમયે વન્યપ્રાણી દીપડાનો વસવાટ હોવાથી આ વિસ્તારમાં વાડી ધરાવતા ૨૧ જેટલા ખેડૂતોમાં ભય ફેલાયેલ હોય અને વાડીમાં રહેણાંક મકાન હોય જેથી રાત્રીના વાડીએ જવા માટે મુશ્કેલી પડતી હોય છે. આઠ દિવસથી વિજ પુરવઠો બંધ હોવાના કારણે માલઢોરને પાણી પીવડાવવા દૂર સુધી લઇ જવા પડતા હોય જેવી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને રાત્રીના સમયે નાના બાળકો હેરાન પરેશાન બની જતા હોય આ બાબતે આ વિસ્તારના ખેતી વાડી ધરાવતા ખેડૂતો દ્રારા ઉના પીજીવીસીએલના અધિકારીઓને રૂબરૂ તેમજ લેખિત મોખિક રજુઆત કરવા છતાં કોઇજાતની યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોય આ અંગે અખબારી અહેવાલમાં પ્રસિધ્ધ થતાં જાણે પીજીવીસીએલ સફાળુ જાગ્યુ હોય તેમ સવારના દશ વાગ્યાની આસપાસ વાડી વિસ્તારમાં બળી ગયેલુ ટીસી તાત્કાલીક બદલી આપેલ અને નવું સપ્ટેશન ફિટ કરવામાં આવેલ હતું. આ નવુ ટીસી થોડીવાર સુધી ખેતીવાડી વિજ પુરવઠો ડિમ શરૂ થયેલ ત્યાર બાદ આ સપ્ટેશન પણ ધડાકાભેર બળી જતાં વિજપુરવઠો બંધ થતાં ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાયેલ છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ દ્રારા ફિટ કરાયેલ ટીસી નાનુ હોય અને આ વિસ્તારમાં પુરતો પાવર મળતો ન હોય તેમ છતાં પીજીવીસીએલ દ્રારા નાનુ ટીસી ફીટ કરી જતાં બળી ગયેલ હતું.

