વંદે ગુજરાત વિકાસ યાત્રા
જૂનાગઢ તા.૧૧ વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલે જૂનાગઢના મજેવડી અને માખીયાળા તેમજ માંગરોળ તાલુકાના દીવરાણા અને ફરંગટા ગામે ગ્રામજનો આવકારશે.
ગુજરાત સરકારની ૨૦ સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાની સાથે પ્રજાલક્ષી યોજનાઓના લાભ આપવાની નેમ સાથે નીકળેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતીકાલ તા.૧૨-૭-૨૦૨૨ના રોજ માંગરોળ તાલુકાના દીવરાણામાં ૯ કલાકે અને ફરંગટા ગામે ૪:૩૦ કલાકે ઉપરાંત જૂનાગઢના મજેવડી માં સવારે ૯ કલાકે અને માખીયાળા ગામે ૪:૩૦ કલાકે આવી પહોંચશે.
આ યાત્રાના માધ્યમથી જનહિતના વિકાસકામોનું લોકાર્પણ- ખાતમહૂર્ત કરવાની સાથે કેન્દ્ર રાજ્ય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
