અમદાવાદ
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા ઉજવાઈ રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ભારતીય જનતા યુવા મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત ભવ્યાતિભવ્ય અને ઐતિહાસિક તિરંગા બાઈક યાત્રા નું આયોજન કરેલ છે જે અંતર્ગત ગતરોજ આ યાત્રા મણિનગર માંથી પસાર થયેલ તે દરમિયાન મણીનગર વિસ્તારના વેપારીઓ અને આગેવાનો દ્વારા મણીનગર ચાર રસ્તા પાસે આ યાત્રાનું ૪૫ ફૂટ લાંબા તિરંગા સાથે અતિ ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં કર્ણાવતી મહાનગરના યુવા મોરચા અધ્યક્ષ શ્રી વિનયભાઈ દેસાઈ ને વોર્ડ યુવા મોરચા ના મહામંત્રી ઈશિતભાઈ ભટ્ટ એ પાઘડી પહેરાઈને તેમનું સ્વાગત કર્યું હતું.
જ્યારે આખા દેશમાં ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે તે અંતર્ગત કર્ણાવતી મહાનગર ભાજપ યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી વિનયભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી કશ્યપભાઈ જાની, મયુરભાઈ પટેલ અને તેમના કાર્યકર્તા મિત્રો સાથે કર્ણાવતી મહાનગર માં એક તિરંગા યાત્રાનું આયોજન થયું છે જે નિમિત્તે તા. ૮/૮/૨૨ ના રોજ યાત્રા મણીનગર વિધાનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભવ્ય રેલી નીકળી હતી જેમાં મણીનગર વોર્ડ યુવા મોરચા ના મહામંત્રી ઈશિતભાઈ ભટ્ટ તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે તે યાત્રાનું ૪૫ ફૂટ ના તિરંગા ને નમન કરી સ્વાગત કર્યું.


