મહુધા
ગત વર્ષે ડિસેમ્બર માસમાં મહંમદસહેજાદ ઉર્ફે બોટની મલેક મહુધાની સીમ વિસ્તારમાં મોટા પાયે અલગ અલગ જિલ્લામાંથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બે વખત સ્ટેટ મોનીટરીંગ સેલમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ તે વખતના પીઆઈ અને હાલના એલસીબી પીઆઈ એ.વી.પરમાર દ્વારા નીલ પંચનામું કરી ઉપલી કચેરીએ રિપોર્ટ કરવામાં આવ્યો. ત્યારે નડિયાદ એલસીબી ટીમ દ્વારા ભુમસ રોડ પર શક્તિનગર પીરરફય દરગાહ પાસે આવેલ તલાવડીની બાજુમાં ઝાડ નીચે ચાલતા મસ મોટા જુગાર ધામ પર બાતમીના આધારે છાપો માર્યો હતો.અચાનક ત્રાટકેલ એલસીબી ટીમને પગલે સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસ કર્મીઓ દ્વારા સ્થળ પરથી પાંચ શકુનીઓને રૂ.૯૫ ,૧૫૦/-ના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા. જેમાં સાદિક મુસ્તુફામિયાં ચૌહાણ, વિક્રમ નાનાભાઈ પટેલ,અલ્તાફૂદ્દીન કાજી, મહંમદહેદર યુસુફ કસાઈ અને આસિફહુસેન મહંમદહુસેન શેખ સ્થળ પરથી ઝડપાયા હતા. જ્યારે જુગાર રમાડનાર અને નાર ખેંચનાર અન્ય ચાર ઈસમો સ્થળ પર મળી આવ્યા ન હતા. મહંમદ સહેજાદ ઉર્ફે બોટની મહંમદરફી મલેક,અલ્તાફ ઉર્ફે અલતું બદરુદ્દીન કાજી(મહુધા ન.પા.ચેરમેન પતિ),જલાલ ઉર્ફે જલિયો કાજી,અહેઝાદ ઉર્ફે અજીયો કાજી(મહુધા ન.પા.ચેરમેન દિયર)મહુધામાં છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંત સમયગાળાથી મહુધા પોલીસ નાક નીચે સહેજાદ ઉર્ફે બોટની અને અહેઝાદ ઉર્ફે અજિયો દ્વારા મોટા પાયે ચલાવવામાં આવતા જુગાર ધામ પર નડિયાદ એલસીબી દ્વારા છાપો મારી ૯૫ હજારના મુદ્દામાલ સહીત પાંચ શકુનીઓને ઝડપી પાડવામાં આવતા મહુધા પોલીસ કાર્યવાહી શંકાના ઘેરામાં આવી ગઈ છે.
