મહેસાણા
મહેસાણા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૨૯ લાખ ૩૪ હજાર ૦૧૦ લોકોએ કોરોનાની રસી મૂકાવી છે. ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧થી આરંભાયેલા આ અભિયાનમાં ૧૫ લાખ ૫૮ હજાર ૬૯૬ લોકોએ રસીનો પ્રથમ અને ૧૩ લાખ ૫૩ હજાર ૨૬૭ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. જ્યારે ૨૨ હજાર ૦૪૭ લોકોને બુસ્ટર ડોઝ અપાઇ ચૂક્યો છે. રસી લેનારામાં ૧૫ લાખ ૨૧ હજાર ૨૫૭ પુરુષો અને ૧૩ લાખ ૭૦ હજાર ૨૫૩ મહિલાઓ છે. વય જૂથ પ્રમાણે જાેઇએ તો, ૧૮થી ૪૪માં ૧૬ લાખ ૧૦ હજાર ૦૩૨ લોકો, ૪૫થી ૬૦માં ૭ લાખ ૪૮ હજાર ૨૬૭ તેમજ ૬૦થી વધુના ૫ લાખ ૭૫૩ લોકોનો સમાવેશ થાય છે.મહેસાણા જિલ્લામાં શુક્રવારે ૧૦૩ અને શનિવારે ત્રીજી લહેરમાં સૌથી વધુ ૧૩૫ મળી ૨ દિવસમાં કોરોનાના ૨૩૮ કેસ સામે આવ્યા હતા. તેની સામે ૮૭ દર્દીઓ કોરોનાને હરાવ્યો હતો. છેલ્લા ૧૫ દિવસમાં જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંકડો ૮૧૨એ પહોંચ્યો છે. તેની સામે ૧૭૨ દર્દીઓ અત્યાર સુધીમાં કોરોનાને હરાવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે, ઝડપથી ફેલાઇ રહેલા સંક્રમણ સામે એકપણ મોત વગર ૨૧% સંક્રમિતો સાજા થઇ ચૂક્યા છે. જિલ્લામાં બે દિવસમાં નોંધાયેલા ૨૩૮ કેસ પૈકી ૧૧૪ શહેરી વિસ્તારના અને ૧૨૪ ગ્રામ્ય વિસ્તારના છે. તેની સામે ૮૭ દર્દીઓ કોરોનાને હરાવતાં જિલ્લામાં હવે એક્ટિવ કેસ ૬૫૬ થયા છે.
