મા સરસ્વતીના ધામની સાથે ગુરુની ગરિમાને લાંછન લગાડતો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાંકી ખાખર ગામની પ્રાથમિક શાળાના શિક્ષકનો દારૂના નશામાં ચૂર થઈ શાળા સંકુલમાં રાજપાટ મા રાચતો વિડીયો ગ્રામજનો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, શાળાના શિક્ષક પ્રકાશભાઈ ચૌધરી શાળામાં દારૂ ઢીંચી ને આવ્યા બાદ શાળા સંકુલમાં જમીન ઉપર આળોટી રહ્યો હોવાની જાણ ગામલોકોને થતા ગામલોકો શાળામાં પહોંચ્યા હતા અને શિક્ષક નો ઉધડો લીધો હતો જેનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષણ વિભાગ હરકતમા આવ્યું હતું અને સમગ્ર મામલે એક ટિમ બનાવી તપાસ હાથ ધરાઈ હતી ,પ્રાથમિક તપાસના અંતે શિક્ષક કસૂરવાર હોવાનું સામે આવતા ઇન્ચાર્જ જીલા પ્રાથમિક શિક્ષણાધીકારીએ દારૂડિયા શિક્ષક પ્રકાશ ચૌધરીને સસ્પેન્ડ કર્યો છે સાથે કવાંટ તાલુકાની મોટી ચીખલી ખાતે બદલી કરી છે,અને વધુ કાર્યવાહી માટે વડી કચેરીએ જાણ કરી માર્ગદર્શન માગ્યું છે, સાથે શાળાના મુખ્ય શિક્ષક પણ જવાબદાર હોઇ તેમની સામે કાર્યવાહી કરવા અંગે સૂચન માંગ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


