Gujarat

માંગરોળ તાલુકાના  કાલેજ ગામે સરકારી ગૌચર ની જમીન ઉપરથી ગેરકાયદેશર ખોદકામ કરી માટી કાઢતા ખનીજ ચોરને પકડી પાડેલ

માંગરોળ ના કાલેજ ગામે સરકારી ગૌચર ની જમીનમાંથી માટી કાઢી ખનિજ ચોરી થતી હોવાનું મામલતદાર માંગરોળને જાણ થતાંની સાથેજ મામલતદાર તેમજ સર્કલ ઓફીસર અને તલાટીની ટીમ સાથે રેડ કરતા એક જેસીબી પકડી પાડયું છે જયારે ટ્રેકટરો મામલતદાર ની ટીમને જોઇને ખનીજ ચોરો ભાગી છુટયા હતા આ જેસીબી નો કબ્જો લઈને શીલ પોલીશ સ્ટેશનમાં સોંપી આગળની વધુ તપાસ હાથ ધરાઇ છે
જયારે આ સરકારી ગૌચર ની જમીન ઉપરથી ખનિજ ચોરોને પકડી પાડતા ખનિજ માફીયાઓ માં ફફડાટ ફેલાયો છે
ખાસ તો નવા મામલતદાર તેમજ યુવા સર્કલ ઓફીસર ની કામગીરીને માંગરોળ તાલુકાના લોકોએ બીરદાવી છે. આવીજ રીતે હજુ પણ માંગરોળ તાલુકાની આજુ બાજુના ગામોમાં રાજકીય ઓથ હેઠળ બેફામ ગેર કાયદેસર રેતી ચોરી તેમજ પત્થરોની ખાણો બેફામ ચાલે છે તેમની ઉપર પણ ધોસ બોલાવવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ.

IMG-20220316-WA0158.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *