Gujarat

માંગરોળ ના નગીચાણાં ગામે ખેડૂતનો શિયાળુ પાક ઘઉં બળી ને ખાક, શોક સર્કિટ થી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણાં ગામે આજ રોજ અચાનક ઘંઉ ના પાકમાં આગ ભભૂકી ઉઠી હતી.
નગીચાણાં થી બામણવાળા તરફ જતા રસ્તા પર આવેલા ધોરીવાવ પાસે આવેલા મહેશ ભાઈ ભાયા ભાઈ પીઠીયા ના ખેતરમાં અચાનક આગ લાગી ઉઠી હતી.
આશરે 15 વીઘા ના ઘઉં ના પાકના ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાક થઈ ગયા હતા.
વીજ શોકસર્કિટને કારણે આગ લાગી હોવાનું ખેડૂતો દ્વારા જણાવામાં આવ્યું હતું.
અચાનક આગ લાગતા આસપાસ ના ખેડૂતો આગ બુજાવવા  તાત્કાલિક દોડી આવ્યા હતા.
ખેડૂત ની ઉભો પાક બળીને ખાક થઈ જતા લાખો નું નુકસાન થયું છે.
જયારે ઘટનાની જાણ થતાં પીજીવીસીએલ ની ટીમ તેમજ શીલ  પોલીશ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220303-WA0131.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *