Gujarat

માંગરોળ,, માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન,, 

માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) જે દેવસીભાઈ નંદાણિયા(ફુડ&ડ્રગ ઈસ્પેક્ટર) ના કાકી તેમજ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય .જેમનું તા.૨૮-૦૨-૨૦૨૨ સોમવારના રોજ  દુઃખદ અવસાન થયેલ આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ  તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. આથી લોએજ ગામના  શ્રી જગમાલભાઈ ચાંડેરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રીને જાણ કરતા ચક્ષુદાન સ્વિકારી મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
આ પરિવારના આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન આરેણા વંદન કરે છે.

IMG-20220228-WA0170.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *