Gujarat

માંગરોળ,,, માંગરોળમાં સોની પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન,,,     

માંગરોળમાં સોની અશ્વિનભાઈ શાંતિલાલ ગેરીયા(મુરલીધર જવેલર્સ વાળા)ઉ.વર્ષ.૬૮, તે પદ્માબેન શૈલેષકુમાર  બખાઈ(વેરાવળ),ઉર્મિલાબેનહિતેષકુમાર મદાણી(જુનાગઢ),પ્રફુલાબેન કિરિટકુમાર વઢવાણા(ધોરાજી)ના મોટાભાઈ તેમજ કેતનભાઈ તથા ડોલીબેન યુવરાજકુમાર દિવેચા(વેરાવળ)ના પિતાશ્રી નું તા.૧૪-૦૨-૨૦૨૨ ને સોમવારના રોજ માંગરોળ મુકામે અવસાન થતાં
આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ  તેમના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.
આથી માંગરોળની અનેક વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનુ અમુલ્ય યોગદાન આપનાર અને જાયન્ટસ ગૃપ ના ડી. એ. પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન સલાહ્ કેંદ્રના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણીયા ને જાણ કરતા  મૃતકના બંન્ને ચક્ષુ સ્વિકારી   મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંન્ને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે.
  સોની પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા અને જાયન્ટસ ગૃપ માંગરોલ બિરદાવી અને સ્વ અશ્વિનભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે..

IMG-20220214-WA0145.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *