માંગરોળના જેતખમ ચોકડી ફાઇનખાન પાછળ હારૂન આદુના મકાનમાં રહેતા નૌસાદભાઇ ઇકબાલભાઇ શેખ (ઉ.વ.૪૦) તા.૩૦/૧૧/૨૦૨૨ના ૭ વાગ્યા પછી માંગરોળ શાપુર રોડ પંપાણી કોલેજ પાસેથી ગુમ થયા છે. તેમને કાળી મૂછ અને સફેદ દાઢી છે. શરીરે લીલા કલરનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. નૌસાદભાઇની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માંગરોળ પોલીસની એક યાદીમાં જણાવાયું છે.
