વાંકલા
માંગરોળ તાલુકાના વાંકલ નજીક થી પોલીસે કતલખાને લઈ જવાથી ભેંસો ભરેલા આઇસર ટેમ્પા નો પીછો કરી ત્રણ ઈસમોને ઝડપી લઇ કુલ રૂપિયા ૬,૩૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. માંગરોળના પો.સ.ઇ. બી.જી.ઈસરાણી ની સૂચના હેઠળ પો.કો. મિતેશભાઇ છાકાભાઇ, મેલાભાઈ સાગરભાઇ, કેશુભાઈ બાબુભાઈ, કલ્પેશભાઈ ગંભીરભાઈ, વગેરે પોલીસ કર્મચારીઓ વસરાવી ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે એક કથ્થઈ કલરનો આઇસર ટેમ્પો જીજે.૨૧.વાય.૯૪૪૪ મોસાલી તરફથી આવતા વાહન સાઈડ પર કરવા પોલીસે ઈશારો કર્યો હતો. આ સમયે વાહન ચાલકે વાહન સાઈડ ઉપર કર્યું હતું અને ચાલક ઉતરીને પોલીસ પાસે આવતા પોલીસે જરૂરી કાગળો માંગતા ફરી ચાલક ટેમ્પો પાસે ગયો હતો અને ત્યારબાદ ટેમ્પો વાંકલ તરફ હંકારી દીધો હતો જેથી પોલીસની ટીમે આ ટેમ્પાનો પીછો કરી વાંકલ સરકારી કોલેજ નજીક ટેમ્પાને અટકાવ્યો હતો ટેમ્પામાં ચકાસણી કરતા નવ જેટલી ભેંસોને કતલ કરવા લઈ જવાના ઇરાદે ઉપરોક્ત ઈસમોએ ટૂંકા દોરડા વડે કુરતાપૂર્વક બાંધી હોવાનું જાેવા મળ્યું હતું. પોલીસે ત્રણેય ઇસમોને ટેમ્પામાંથી બહાર ઉતારી નામ પૂછતા ચાલકે પોતાનું નામ તસ્લીમ અલ્લારખા મુલતાની રહે ઝંખવાવ મુલતાની ફળિયું તાલુકો માંગરોળ, બીજાે ઈસમ સાદફ ઈબ્રાહીમ મુલતાની રહે ઝંખવાવ તાલુકો માંગરોળ,અને ત્રીજા ઇસમે પોતાનું નામ તોકીર મુન્નાભાઈ મુલતાની રહે ઝંખવાવ તાલુકો માંગરોળ નો હોવાનું જણાવ્યું હતું પોલીસે ટેમ્પામાંથી નવ જેટલી ભેંસો નો કબજાે લીધો હતો. જેમાંથી એક ભેંસ મરણ ગયેલ હતી આઇસર ટેમ્પો મોબાઈલ ફોન સહિત કુલ ૬,૩૫,૦૦૦ નો મુદ્દા માલ કબજે લીધો હતો ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા નવ જેટલી ભેંસો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામનો રહીફ તબેલા વાળા એ આ ભેંસો ટેમ્પા માં ભરાવી હતી અને આ ભેંસો ઝંખવાવ ગામના રજાક મુલતાની ને ત્યાં ઉતારવાની હતી અને આઇસર ટેમ્પો ઝંખવાવ ગામના મિનાજ મહંમદ મુલતાની નો હોવાનું જણાવ્યું હતું અને પશુઓની હેરાફેરી માટે આ ટેમ્પાનો ઉપયોગ થતો હોવાનું આરોપીએ જણાવ્યું હતું પોલીસે પશુ ગાતકીપણા હેઠળ ગુનો નોંધ્યો છે અને આ ગુનામાં ભેંસો આપનાર રહીફ તબેલા વાળા તેમજ ભેંસો લેનાર રજાક મુલતાની અને ટેમ્પો માલિક મીનાજ મુલતાની ને વોન્ટેડ જાહેર કર્યા છે

