Gujarat

માણાવદર: જિગ્નેશ મેવાણીને સન્માનભેર રિહા કરવામાં આવે તે હેતુ થી મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું……

માણાવદર R.D.A.M ટીમ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું….
છેલ્લા ઘણા દિવસો થી દલિત સમાજ ના યુવા નેતા અને વડગામ ના લોકપ્રિય ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણીની થોડા દિવસો પહેલા આસામ પોલીસ દ્વારા મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.જીગ્નેશભાઈની ધરપકડના સમાચાર ટ્વીટ દ્વારા મળતા ગુજરાતભરમાં સમર્થકો દ્વારા અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદશનો સાથે આવેદનપત્રો આપવામાં આવ્યા હતા.ત્યારે ગઈકાલે માણાવદર ખાતે R.D.A.M દ્વારા જીગ્નેશભાઈ મેવાણીને સન્માન સાથે રિહા કરવામાં આવે તેવી માંગણી સાથે મોટી સંખ્યામાં રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ માણાવદર તાલુકા પ્રમુખ ભાવિન રાઠોડ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બાટવા શહેર પ્રમુખ નરેશ રાઠોડ,વિનોદભાઈ, સંજય રાઠોડ
નારણભાઈ સહિત ના સમર્થકો દ્વારા આંબેડકર સાહેબના સ્ટેચ્યુ થી મામલતદાર કચેરી સુધી શાંતિ પૂર્ણ રેલી યોજી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
અહેવાલ: હાર્દિક વાણીયા વંથલી

IMG-20220425-WA0077.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *