(જીગ્નેશ પટેલ દ્વારા)
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાયા બાદ તમામ રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની યાદી તબક્કાવાર જાહેર કરવા લાગ્યા છે જેમાં કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે જેમાં 85 માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને ટિકિટ આપવામાં આવી છે.
અરવિંદભાઈ લાડાણી માણાવદર તાલુકાના કોડવાવ ગામેથી આવે છે. તે એક ખેડૂત પુત્ર છે. અરવિંદ લાડાણી છેલ્લા 35 વર્ષથી રાજકારણ સાથે જોડાયેલ છે અને જિલ્લા પંચાયતની મટીયાણા સીટના સભ્ય છે. અગાઉ તેવો ત્રણ ટર્મ સુધી તાલુકા સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 2019માં કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ગયેલા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સામે 2019 ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે અરવિંદ લાડાણી ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેઓ નવ હજાર મતથી હાર્યા હતા જોકે ફરી એકવાર કોંગ્રેસ દ્વારા તેમના પર વિશ્વાસ વ્યક્ત કરાયો છે અને ટિકિટ આપવામાં આવી છે. માણાવદરના વિકાસ અંગે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર અરવિંદભાઈ લાડાણીએ કહ્યું હતું કે નામનો જ વિકાસ થયો છે કામો તો થયા જ નથી તેવા આક્ષેપો કર્યા છે અને વિકાસના કામો, ખેડૂતલક્ષી કામોને લઈ તેઓ લોકો પાસે ઊભા રહેશે તેવી ખાતરી લાડાણીએ આપી હતી
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


