Gujarat

મારામારીના કોલમાં ગયેલી ધોરાજી પોલીસની ટુકડી પર હુમલો

: ફરજમાં રૂકાવટ ધોરાજી રેલવે સ્ટેશન પાસેનો બનાવ : એક શખ્સ કહ્યું ગફાર આ લોકોને વધુ માર તેઓને જીવતા નથી જવા દેવા : મહિલા સહિત સાત શખ્સો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરાઈ રાજકોટ , તા .2 ધોરાજી પોલીસ મથકમાં એએસઆઈ રમેશભાઇ કાળાભાઇ બોદરે પોલીસ ફરિયાદમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા ગફારભાઈ , હબીબ અને રિઝવાન મળી છ સાત મહિલા પુરુષનું નામ આપતા કલમ 323 , 332 , 353 , 506 ( 2 ) , 143 , 147 , 149 હેઠળ ધોરાજી પોલીસે કાર્યવાહી કરી હતી . રમેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે , ગઈકાલે રાત્રીના સુમારે અમો પોલીસ સ્ટેશને હાજર હતા ત્યારે પીઆઇ એ.બી.ગોહીલ ના મોબાઇલમાં ફોન આવેલ અને જણાલ કે ધોરાજી રેલ્વે સ્ટેશન પાસે આનંદનગર વિસ્તારમાં માથાકુટ ચાલુ છે.જેથી તમો પોલીસ સ્ટાફ સાથે તાત્કાલીક ત્યાં પહોંચો જેથી અમેં તથા બાપાલાલ ચુડાસમા , પરબતભાઇ પપાણીયા સાથે સીટી -1 પોલીસવેન લઇ જગ્યાએ જવા માટે નીકળેલ હતા . આ દરમ્યાન કોન્સ્ટેબલ બાપાલાલે પી.એસ.ઓ ને અન્ય પોલીસ કર્મચારીને પણ ત્યા મોકલવા મોબાઇલ ફોનથી જણાવેલ અને આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ તે જગ્યાએ પહોચતા અમોએ જોયેલ કે અમુક શખ્સો વચ્ચે મારામારી ચાલુ હતી અને ત્યાં માણસો ભેગા થઈ ગયા હતા.અમો ત્યાં નજીક પહોંચેલ અમોને જાણવા મળેલ કે આ જગ્યાએ રેલ્વે સ્ટેશન પાસે આવેલ એરીક તથા જય એપાર્ટમેન્ટ ના અમુક લોકોને આ શખ્સો જે રેલ્વે સ્ટેશન પાસે ખુલ્લમા રહેતા હોય તે માર મારતા હતા.આ ઝઘડો અટકાવવા માટે સમજાવતા હતા તે દરમ્યાન માર મારતા શખ્સો સ્ત્રી તથા પુરુષો વધુ ઉગ્ર બની અમારી સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યા હતા .

રીપોર્ટર. રાજુભાઈ બગડા

IMG-20220302-WA0010-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *