અહેવાલ સોની યોગેશ ભાઈ પી સતીકુંવર વેરાવળ
માળીયા હાટીના તાલુકામાં આવેલું કડાયા ગામે શહીદ હેમરાજ ચુડાસમા ની શ્રદ્ધાંજલિ રૂપ સહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સોરાષટૃ ના ગોરવ અપાવતા લોક ગાયક કવીતા બેન મંડેરા દ્વારા કાર્યક્રમ નુ માતૃવંદના થી શુભ પ્રારંભ કર્યો હતો જેમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ સોરઠીયા વાણંદ સમાજ ના પ્રમુખ શ્રી મહેશ ભાઈ વાઝા સહીત સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ના માજી પ્રમુખ લક્ષમીદાસ ભાઈ સાગર અને રસિકભાઈ પટેલ અને સામાજીક કાર્યકર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર સહીત માંગરોળ ના પી.એસ આઈ ની ઉપસ્થિતિ માં હજારો ની મેદની ઉમટી જેમાં ગીર વિસ્તાર નુ ગોરવ એવા કવીતા મંડેરા દ્વારા અનેક દેશ ભકિત ગીતો ની તેમજ ગીતા રબારી ના મધુર કંઠે પણ દેશ ભકિત ગીતો ની વણઝાર સાથે અન્ય ભજન ગીતો રજુ કરી કડાયા ગામે શહીદ વંદના કાર્યક્રમ અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું પત્રકાર સોની યોગેશ ભાઈ પી સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


