મહીસાગર
આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી મુખ્યમં ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડના ૫૬૯૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. જેમાં મહીસાગર જિલ્લંના મુખ્યઆ મથક લુણાવાડા ખાતે રૂ.૩૪૧લાખના ખર્ચે નવનિર્મિત આદજાતિ સંકુલનું પણ ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સાથે રાજયના વિવિધ આદિજાતી વિસ્તારોમાં ૨૬ સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રી મંડળના સભ્યો સહભાગી થયા હતા. જે અંતર્ગત મહીસાગર જિલ્લાાના સંતરામપુર ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શિક્ષણ રાજયકક્ષા મંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર સહભાગી થયા બાદ મહીસાગર જિલ્લાાના મુખ્યમ મથક લુણાવાડા ખાતે આવી પહોંચ્યાય હતા. જયાં મંત્રી કુબેરભાઈ ડીડોંરે મુખ્ય્ મંત્રીના હસ્તેક આદિજાતિ સંકુલના ઇ-લોકાર્પણ કર્યા બાદ આદિજાતિ સંકુલને રીબીન કાપીને ખૂલ્લું મુકયું હતું. રમીલાબેન ડામોર જિલ્લાં કલેકટર ડૉ. મનિષકુમાર, જિલ્લા વિકાસ અધિકારી કે.ડી. લાખાણી, જિલ્લાન પોલીસ વડા રાકેશ બારોટ, અધિક નિવાસી કલેકટર એ. આઇ. સુથાર, સંગઠનના મહામંત્રી, પ્રાયોજના વહીવટીદાર કૌશિક જાદવ, પ્રાંત અધિકારી, સંતરામપુર અને કડાણા તાલુકા પંચાયતના પ્રમખો સહિત પ્રાયોજના વહીવટદાર કચેરીના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિખત રહ્યા હતા. આદિજાતિ સંકુલને ખુલ્લુંઅ મૂકયા બાદ શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર સહિત ઉપસ્થિ ત સર્વે મહાનુભાવોએ આદિજાતિ સંકુલની મુલાકાત લીધી હતી.મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ખાતે રૂપિયા ૩૪૧ લાખના ખર્ચે નવનિર્માણ થયેલ આદિજાતિ સંકુલનું મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રવભાઇ પટેલના હસ્તેા ઇ-લોકાર્પણ કરાયા બાદ રાજય કક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરના હસ્તેર આદિજાતિ સંકુલને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આદિવાસીઓનો સામાજિક, આર્થિક વિકાસએ હંમેશા રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા હોવાનું જણાવ્યું હતું.


