ધર્મેન્દ્ર શર્મા સાહેબ,પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લાવિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. I/C પો.ઇન્સ. જે.પી.મેવાડા તેઓના એસ.ઓ.જી. સ્ટાફના માણસો છોટાઉદેપુર એસ.ઓ.જી.ઓફિસ ખાતે હાજર હતા દરમ્યાન બાતમીદાર મારફતે મળેલ બાતમી આધારે (૧) રણજીતકુમાર મુકુન્દકુમાર વિશ્વાસ ઉ.વ.૫૯ હાલ રહે બજાર ફળીયા ભિખાપુરા ગામ તા. જી.જેતપુર પાવી જી. છોટાઉદેપુર મુળ રહે,શ્યામ નગર તા.શ્યામ નગર ૨૪ પરગણા પશ્વિમ બંગાળ – ૭૪૩૧૨૭ વાળો બી.એ. સુધીનો અભ્યાસ કરેલ છે. તથા (૨) સુવિરભાઇ રણજિતભાઇ બારોઇ ઉ.વ.૩૮ ધંધો ડોક્ટરની પ્રેક્ટીસ હાલ રહે મંદિર ફળીયા ભિખાપુરા ગામ તા.જેતપુર પાવી જી.છોટાઉદેપુર મુળ રહે,ફુલતલા હાબડા તા. બારાસાત જિ. નોર્થ ૨૪ પર્ગનાસ પશ્વિમ બંગાળ – ૭૪૩૨૬૩ વાળો બી.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલ છે. તથા (૩) પલાસભાઇ નંનીગોપાલ મંડલ ઉ.વ.૪૦ ધંધો. ડોકટરી પ્રેકટીસ હાલ રહે. ભીખાપુરા બજાર ફળીયા તા. જેતપુર પાવી જી. છોટાઉદેપુર મુળ રહે, ફુલતાલ તા.હાબરા જી.૨૪ પરાગણા (નોર્થ) પશ્વિમ બંગાળ પીન કોડ ૭૪૩૧૬૩ વાળો ધોરણ ૧૨ પાસ હોય જે ત્રણેય છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ભિખાપુરા ગામમા કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, તથા રોકડ રૂપીયા મળી કુલ.કિ.રૂ ૯૭,૦૮૨/- મુદામાલ સાથે રેઇડ દરમ્યાન મળી આવતા ત્રણેય વિરુધ્ધમા ધોરણસર કાર્યવાહિ કરી કદવાલ પો.સ્ટે. ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


