Gujarat

રાજકોટમાં અંતિમ પેપર નબળું જતાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો

રાજકોટ
રાજકોટ શહેરના મવડી રોડ શોભના સોસાયટીમાં રહેતી અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી શ્વેતા મનસુખ હાપલિયા (ઉ.વ.૨૦) ગઈકાલે બપોરે બી.કોમનું છેલ્લુ પેપર દઈને ઘરે આવ્યા બાદ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. કોલેજીયન યુવતી ઘરે ઉલ્ટી કરવા લાગતાં પરિવારને જાણ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સારવાર દરમિયાન વિદ્યાર્થીનીનું મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે પોલીસને જાણ કરતા માલવિયાનગર પોલીસ સ્થળ પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં કોલેજીયન યુવતી એક ભાઈ એક બહેનમાં નાની હોવાનું અને પિતા ઘંટીના સ્પેરપાર્ટસ બનાવવાનું કારખાનું ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ માલવીયાનગર એએસઆઈ ગીતાબેન પંડ્યા સહિતનો સ્ટફ ચલાવી રહ્યો છે.રાજકોટ શહેરમાં આપઘાતનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાેવા મળી રહ્યું છે તેમાં પણ યુવાનોમાં આપઘાતનું પ્રમાણ વધી રહ્યું છે જે બાબત ચિંતા જનક છે. એક તરફ ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ચાલી રહી છે બીજી બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પણ પરીક્ષા લેવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં કોલેજીયન યુવતીને પરીક્ષામાં પેપર નબળું જતા ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *