Gujarat

રાજકોટમાં ખુદ સરકારી મિલકતનો ૭૫.૮૬ કરોડનો વેરો બાકી

રાજકોટ
હાલ રાજ્ય સરકાર દ્વારા સમયસર ગ્રાન્ટ ફાળવવામાં નહિ આવે તો આ વર્ષે પણ મોટાભાગની સરકારી કચેરીઓ વેરો ભરી શકશે નહીં. કારણ કે જાે કોઈ સામાન્ય માણસનો વેરો બાકી હોય છે ત્યારે મનપા એક્શન મોડમાં આવી જાય છે ત્યારે મનપા સરકારી મિલકતો વિરુદ્ધ સિલિંગ અથવા તો જપ્તીની કાર્યવાહી કરશે કે નહીં તે જાેવાનું રહેશે દર વર્ષે મનપા દ્વારા વર્ષના છેલ્લા ત્રણ-ચાર માસમાં જ આવી કાર્યવાહી કરતી રહી છે.ચાલુ વર્ષે રૂ?. ૩૪૦ કરોડના લક્ષ્યાંકમાં રૂ.૭૫.૮૬ કરોડનું છેટું છે અને રોજ રૂ?. દોઢથી બે કરોડ વસુલાય તો જ લક્ષ્યાંક પૂરો થઈ શકે તેમ છે ત્યારે માત્ર કહેવા પુરતા સીલીંગને બદલે મોટા માથાઓ કે જ્યાં કદી કડક વસુલાત નથી થતી પણ તેમની પાસે જ લાખો રૂ?.નું લેણુ બાકી છે ત્યાં વસુલાત થાય તો મનપાનું ગાડુ ચાલે તેવી સ્થિતિ છે.રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ હાલક ડોલક થઇ રહી છે. કોરોનાની અસર હવે મનપાની તિજાેરી પર જાેવા મળી રહી છે. હાલ આરએમસીની તિજાેરીમાં વેરાની આવકમાં મોટું ગાબડું પડ્યું છે. જ્યાં રૂ. ૩૪૦ કરોડના લક્ષ્યાંક સામે ખુદ સરકારી મિલકતનો રૂ.૭૫.૮૬ કરોડનો વેરો બાકી છે. તેમાંય સૌથી વધુ વેસ્ટર્ન રેલ્વેના રૂ.૧૫.૫ કરોડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૮.૧૦ કરોડનો વેરો ભરપાઈ કરવાનો બાકી છે છતાં મનપા તંત્રની વેરા વસુલાત શાખા આ નિંભર સરકારી બાબુઓ સુધી પહોંચી શકી નથી. હાલ સતત મંદ વસુલાતથી મનપાએ હવે બે છેડાં (આવક અને ખર્ચ) ભેગા કરવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલનો વેરો ઘટાડવાની જીદ કરી છે પરંતુ તેની સામે નિયમ મુજબ આરએમસી પુરા પૈસા વસૂલી શકે છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વાંધા વચકા રજૂ કરી વેરા વિભાગના રૂ. ૮.૧૦ કરોડ અટકાવી દીધા છે.

Rajkot-Municipal-Corporation.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *