અમરેલી
અમરેલી જિલ્લામાં અમરેલી શહેરમાં ચલાલા માર્ગ પર બાઈકમાં આગ લાગવાની ઘટના બનતા અફડા તફડી સર્જાય હતી. અહીં ચલાલા રોડ ઉપર અમરડેરી નજીક વિધાર્થીઓ બાઇક લઈ પસાર થતા હતા અને અચાનક આગ લાગતા પ્રથમ બાઇક સવાર વિધાર્થીઓ છલાંગ લગાવી કુદી જીવ બચાવ્યો હતો. ચાલુ બાઈકમાં જ આગ લાગતા બાઈક પર સવાર વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. જાે કે, સમય સૂચકતા વાપરી કૂદી જતા જાનહાનિ થતા અટકી હતી. રસ્તા પર બાઈક ભડભડ સળગી ઉઠતા નાસભાગ મચી હતી. હજી સુધી બાઈકમાં કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી. બાઇક ચાલક દ્વારા કારીગરો મારફતે તપાસ શરૂ કરી છે. બાઇક ચાલક દ્વારા આગ કેવી રીતે લાગી તે માટે બાઇક ચાલક દ્વારા કારીગરો મારફતે તપાસ શરૂ કરી છે.અમરેલીના ચલાલા માર્ગ પર આજે સવારે વિચિત્ર ઘટના બની હતી. રસ્તા પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી. બાઈકમાં આગ લાગતા વિદ્યાર્થીએ કૂદી જઈ જીવ બચાવ્યો હતો.


