Gujarat

રાજકોટમાં ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કર્યો

રાજકોટ
રાજકોટ જામનગર રોડ પર ઇશ્વરીયા ફાટક પાસે એલ.સી. ગેઇટ નં.૧૨૮ પાસે આશરે ૪૨ વર્ષના અજાણ્યા યુવાને ટ્રેન હેઠળ પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા ગેઇટમેન તથા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ના ઇ.એમ.ટી. બળદેવભાઇ તથા પાયલોટ આનંદભાઇએ સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પી.એસ.આઇ. ટી.ડી.બુડાસણા તથા હેડ કોન્સ. ઘેલુભાઇ સહિતે સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ઘટના સ્થળે ગેઇટમેન પૂછતા તેણે જણાવ્યું હતું કે, આ યુવાન એક કલાકથી ટ્રેક પાસે આંટા મારતો હતો. પોતે તેને અહીંથી દૂર જતા રહેવાનું કહેતા તે દૂર જઇને બેઠો હતો. ટ્રેન આવતા તેણે અચાનક દોડીને ટ્રેન હેઠળ ઝંપલાવી દીધું હોવાનું જાણવા મળ્યું હતું.રાજકોટ જામનગર રોડ પર આવેલ ઇશ્વરીયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવાને આપઘાત કરી લેતા ગાંધીગ્રામ પોલીસે તેના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.

Young-man-commits-suicide-by-jumping-under-train.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *