Gujarat

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં બીજેપી દ્વારા સામાજિક ન્યાય પખવાડિયા હેઠળ કાર્યક્રમ કરાયો  

રાજપીપળા : હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ અને બીજેપી સ્થાપના દિવસ ના કાર્યક્રમો બાદ હવે રાજપીપળા શહેરમાં બીજેપી દ્વારા આજરોજ રાજપીપળા સીવીલ હોસ્પિટલ કંપાઉન્ડમાં સામાજિક ન્યાય પખવાડિયા હેઠળ સ્વચ્છતા અભિયાન અને દાખલ દર્દીઓને ફ્રુટ,બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું હતું
સાંસદ મનસુખભાઇ વસાવાની ઉપસ્થિતિમાં આજે આ કાર્યક્રમ યોજાયો જેમાં બીજેપી હોદ્દેદારો, કાર્યકર્તાઓ સાથે ખુદ મનસુખભાઇ વસાવા એ પણ સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ ની સાથે સાથે પ્લાસ્ટિક નો કચરો વીણી થેલીમાં મુક્યો હતો આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઇ વસાવા સાથે રમણસિંહ રાઠોડ કુલદીપસિંહ ગોહિલ,પર્યુષાબેન વસાવા,નિલાંબરી બેન પરમાર, રવિભાઈ દેશમુખ,કમલેશભાઈ પટેલ,અજિતભાઈ પરીખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20220408-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *