Gujarat

રાજુલા ટાઉન ડોળીના પટ  વિસ્તારમાં પિતા પુત્ર ઉપર કાર ચડાવી દઇ, હત્યાની કોશિષનો ગંભીર ગુનો કરી,નાસી જનાર બન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ

આ  ગુનાના  ફરીયાદી  તથા  આરોપીઓએ એકબીજા ઉપર અગાઉ ફરીયાદ કરેલ હોય જે કેસ નામદાર  કોર્ટમાં ચાલુ  હોય જે  કેસની મુદત તારીખમાં ફરી. તથા સાહેદ કોર્ટ મુદ્દતે આવેલ હોય  અને કોર્ટ મુદ્દત પુર્ણ કરી જતા હતા તે વખતે રાજુલા  આંબેડકર સર્કલ પાસે ધનુષ   હોસ્પિટલની સામે આવેલ કેબીને પાન માવો ખાવા માટે  ઉભા રહેલ તે દરમ્યાન આરોપીઓ તેમની અલ્ટો ગાડી લઇને નીકળેલ અને અગાઉ કરેલ  ફરીયાદનુ  મનદુખ  રાખી  આરોપીઓએ પોતાના હવાલાવાળી અલ્ટો ફોરવ્હીલ ગાડી નં.GJ-03-BA-8230  મારી  નાખવાના ઇરાદે ફરી.ની ઉપર ચડાવી દઇ ફરી.ને પછાડી દઇ, ડાબા પગે ફ્રેક્ચર કરી તેમજ બંને ખભા ઉપર મુંઢ ઇજા કરી ફરી.ના  દિકરા સાહેદ કલ્પેશભાઇને પણ જમણા પગે ઇજા  કરી  પછાડી દઇ  બંને આરોપીઓએ ફરી.ને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરી. તથા  સાહેદને મારી નાખવાની કોશિશ કરી ગુન્હો કરવામાં એકબીજાને  મદદગારી કરી ગુન્હો કરી નાસી  ગયેલ જે  અંગે રાજુલા  પો.સ્ટે.માં  એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૨૦૭૧૪/૨૦૨૨૨, આઇ.પી.સી કલમ-૩૦૭,૩૨૩,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો દાખલ થયેલ હતો.
                  જે અંગે મ્હે.પોલીસ  અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ પોલીસ  અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી  સાહેબનાઓ  દ્રારા  આ ગુન્હાના  આરોપીઓની  માહીતી  મેળવી  પકડી પાડી તેમના  વિરૂધ્ધ
ધોરણસર કાર્યવાહી કરવાં સુચના અને  માર્ગદર્શન  આપેલ હોય જે  અન્‍વયે   પો.ઇન્સ શ્રી  એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની  સુચના  અને  માર્ગદર્શન નીચે રાજુલા  પો.સ્ટે.ના સર્વેલન્સ  સ્કોડના  હેઙ.કોન્સ  ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા  તથા  રાજુલા પોલીસ ટીમે અલગ અલગ દિશામાં  તપાસ કરી,  ગુન્હો કરી નાસી ગયેલ  આરોપીઓ  તથા  ફોર વ્હીલ  ગાડીની માહીતી મેળવી બન્ને
આરોપીઓેને ગણતરીની કલાકોમાં પકડી પાડી, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.
💫 *પકડાયેલ આરોપીની વિગત-*
(૧) દેવશીભાઇ  કાનાભાઇ  વાઢેર  ઉ.વ.૫૨  ધંધો.ખેતી   (૨) કલ્પેશભાઇ દેવશીભાઇ વાઢેર ઉ.વ.૩૧ ધંધો.વકીલાત રહે.બન્ને મોટા બારમણ તા.ખાંભા જિઅમરેલી
          આ  કામગીરી  રાજુલા  પો.સ્ટે.ના  પો.ઇન્સ  શ્રી  એ.એમ.દેસાઇ તથા સર્વેલન્સ  સ્કોડના હેઙ.કોન્સ   ભરતભાઇ  મુહાભાઇ  વાળા  તથા  હેઙ.કોન્સ  ભીખુભાઇ  સોમાતભાઇ ચોવટીયા તથા  પો.કોન્સ મિતેશભાઇ  કનુભાઇ  તથા પો.કોન્સ  રોહિતભાઇ  કાળુભાઇ તથા સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ રાજુભા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા કરવામાં આવેલ.
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220824-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *