Gujarat

રાજુલા ટાઉનમાં એમેઝોન કંપનીના પાર્સલની આડમાં ઇગ્લીંશ દારૂની બોટલોની ડીલીવરી કરતાં ડીલીવરી બોયને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬ કુલ કિ.રૂ.૫૨૫૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ

 

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.બી.ગોહીલ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા સારૂ ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્‍વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૧૬, કિ.રૂ.૫૨૫૦/- સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપી *
* કાર્તીકભાઇ રામભાઇ ગોહીલ ઉ.વ.૨૨ ધંધો.પ્રા.નોકરી રહે.રાજુલા, મફતપરા, વડલી રોડ તા.રાજુલા જિ.અમરેલી

*પકડાયેલ મુદ્દામાલ*
*ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ MLની બોટલ નંગ-૧૬ કિ.રૂ.૫૨૫૦/-

આ કામગીરીમાં પોલીસ ઇન્સ. ડી.વી.પ્રસાદ તથા સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા પો.કોન્સ. મીતેશભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણાનાઓ જોડાયેલ હતા.

રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220509-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *