Gujarat

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ આવતીકાલથી ત્રણ દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે  

જોડિયા એ.પી.એમ.સી.ખાતે ટેકાના ભાવે મગની ખરીદી કેન્દ્રના શુભારંભ પ્રસંગે હાજરી, આર.કે.વી.વાય ખેડૂત શિબિરમાં હાજરી, વિવિધ ગામડાઓમાં લોકસંપર્ક તેમજ જામનગર-સમાણા રોડ પર કૃષ્ણપાર્ક નજીકના પુલનું લોકાર્પણ કરશે.

જુલાઈ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા.૨૧ જુલાઈથી ૨૩જુલાઈ સુધી જામનગર જિલ્લાના પ્રવાસે છે. તા.૨૧ જુલાઈ ગુરુવારના રોજ મંત્રીશ્રી સવારે ૯:૦૦ કલાકે જોડિયા એ.પી.એમ.સી. ખાતે ટેકાના ભાવે મગની ખરીદી કેન્દ્રના શુભારંભ પ્રસંગે હાજરી આપશે. ત્યારબાદ ૧૦:૧૫ કલાકે ભાદરા પાટિયા ભાજપ કાર્યાલય ખાતે અને બપોરે ૧૨:૦૦ વાગ્યાથી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે.  સાંજે ૪:૦૦ વાગ્યાથી જામનગર જિલ્લાના મતવા, હડમતીયા, મોટી ભલસાણ, વાગડીયા, વાણિયાગામમાં લોકસંપર્ક યોજશે. 

તા.૨૨ જુલાઈના રોજ સવારે મંત્રીશ્રી સવારે ૧૧:૦૦ કલાકે જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભામાં હાજરી આપશે. બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે જામનગર-સમાણા રોડ પર કૃષ્ણપાર્ક નજીકના પુલનું લોકાર્પણ કરશે. તા.૨૩ જુલાઈના રોજ મંત્રીશ્રી ધ્રોલ પટેલ સમાજ ખાતે યોજનાર આર.કે.વી.વાય ખેડૂત શિબિરમાં હાજરી આપશે. સાંજે ૪:૦૦ વાગ્યાથી લખતર,ભાદરા, બાદનપર, કુનડ અને લીંબુડા ગામે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *